ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ પ્લાસ્ટીક ની કોથળીઓ ની જગ્યા એ કાપડ તેમજ કાગળ ની થેલી વાપરવા અભિયાન.

આણંદ પ્લાસ્ટીક ની કોથળીઓ ની જગ્યા એ કાપડ તેમજ કાગળ ની થેલી વાપરવા અભિયાન.

તાહિર મેમણ- આણંદ – 23/05/2025 – વિશ્વ પર્યાવરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા પર્યાવરણની જાળવણી સાથે સમગ્ર દેશ પ્રદુષણ મુક્ત બને તે માટે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભ આશય સાથે પર્યાવરણ દિવસ-૨૦૨૫ નિમિત્તે ENDING PLASTIC POLLUTION ની થીમ પર ખાસ ઝુંબેશ ચલાવી, તા.૨૨ મે થી ૦૫ મી જૂન સુધી સમગ્ર આણંદ જિલ્લાને પ્લાસ્ટિક ફ્રી બનાવવા, આણંદ જીલ્લાના તમામ ગામોમાં પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવાના નિર્ધાર સાથે પ્લાસ્ટીક ની કોથળીઓ ની જગ્યા એ કાપડ તેમજ કાગળ ની થેલી વાપરવા અને બની સકે ત્યાં સુધી ઘરેથી જ કાપડની થેલીનો ઉપયોગ કરે તે માટે સદરહુ અભિયાન દરમિયાન આ વર્ષે રાખવામાં આવેલ થીમ ENDING PLASTIC POLLUTION પર દૈનિક વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવા જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી દ્વારા તાલુકા વિકાસ અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.

આણંદ જીલ્લાના ગામો માં વિવિધ સ્થળો એ સ્વચ્છતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્તને લગતા સંદેશાઓ, ભીત ચિત્રો ગામોમાં દીવાલ પર દોરીને લોકોને જાગૃત કરવાના પ્રયાસો થઇ રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ પર્યાવરણ પખવાડિયા અંતર્ગત જરૂરી સ્વચ્છતા બાબતેની કામગીરી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!