દુધરેજ-ખોડું-વેળાવદર રોડ પર રૂ. ૩.૩૪ કરોડના ખર્ચે નિર્માણ થનાર સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું.
તા.25/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસને નવી ગતિ આપવા માટે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે દુધરેજ ખાતે દુધરેજ-ખોડું-વેળાવદર સીસી રોડના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત પ્રસંગે જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હંમેશા લોકોની સુવિધાઓ અને વિકાસ માટે કટિબદ્ધ છે ત્યારે આજે જે નવા રોડનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે તે માત્ર એક રસ્તો નથી પરંતુ આપણા ગામ અને જિલ્લાના વિકાસની નવી દિશા છે રૂપિયા ૩.૩૪ કરોડના ખર્ચે બનનારો આ ૧૨૦૦ મીટરનો સિમેન્ટ કોંક્રિટ રોડ, આ વિસ્તારના લોકો માટે પ્રગતિનો પથ બનશે આ રોડ બનવાથી ગામલોકોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓ દૂર થશે ખેડૂતોને તેમનો પાક બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં સરળતા રહેશે. આ રોડ વેપાર-ધંધા અને આર્થિક ગતિવિધિઓને પણ વેગ આપશે આ તકે દુધરેજ વડવાળા મંદિરના કોઠારી મુકુન્દરામબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ વિકાસકાર્યને આવકાર્યું હતું આ રોડ નિર્માણથી દુધરેજ ગામના હજારો લોકોની પરિવહન સુવિધામાં વધારો મળશે આ રોડ માત્ર વાહનવ્યવહારને સરળ બનાવશે એટલું જ નહીં પણ સ્થાનિક વેપાર ધંધા અને ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ આપશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.