કાલોલ શહેરના અંદાજીત ૪૫ હાજીઓ અલગ અલગ દિવસોમાં મકકા-મદીના ની પવિત્ર હજયાત્રા કરવા રવાનાં થયા.

તારીખ ૧૫/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
મક્કા અને મદીના હજયાત્રા માટે જતા કાલોલ ના હજયાત્રીઓના જૂથને મુસ્લિમ સમાજ દ્વારા એક જુલુંસ કાઢી શુભેચ્છા પાઠવી કાલોલ મામલતદાર કચેરી સામેના ત્રિરંગા સર્કલ ખાતેથી અંદાજીત ૪૫ હાજીઓ ૪૦ દિવસની હજયાત્રાએ ગયેલા હજ યાત્રીઓને હજની અદાયગી માટે વિદાય આપી હતી.કાલોલ શહેર માંથી હજયાત્રીઓ હજયાત્રા કરવા જવાના છે.તે પૈકી પ્રથમ કાફલો શનિવાર,રવિવાર અને સોમવારના રોજ અલગ-અલગ દિવસોમાં વીસથી પચ્ચીસ હજ યાત્રિકો રવાના થયા હતા.જ્યારે બુધવાર અને ગુરુવાર ના રોજ વીસ હાજી હજયાત્રીઓ રવાના થયા હતા. ઇસ્લામ ધર્મમાં હજ નું અનેરૂ મહત્વ છે.દરેક પાક મુસ્લિમને જિંદગીમાં એક વખત હજયાત્રા કરવાનું સપનું હોય છે.હજ એ મુસ્લિમ સમાજનું અનમોલ રતન પણ કહેવાય છે.જ્યારે આ તમામ હજયાત્રીઓને ફુલહારથી કાલોલ મુસ્લિમ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવી વિદાય આપવામાં આવી હતી.

brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 43;





