
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૯ નવેમ્બર : સી.ડી.એચ.ઓ. ડૉ.મિતેષ ભંડેરી સર, આર.સી.એચ.ઓ ડૉ.દિનેશ પટેલ સર તેમજ ટી.એચ.ઓ ડૉ.નારાયણ સિંઘ સર ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરડી ના લુણવા ની લુણવા પ્રાથમિક શાળા ખાતે કિશોર સ્વાસ્થ્ય અને સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં પોષણ, આરોગ્ય જાળવણી, વ્યસન અટકાવ અને વાહકજન્ય રોગો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
પોષકતત્વો જેવાકે પ્રોટીન, કાર્બોહાઈટ્રેડ, ચરબી, વિટામિન્સ અને ખનિજ તત્વોયુક્ત પોષ્ટિક આહાર લેવા, જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર રહેવા, વિકલી આયર્ન ફોલિક એસિડ ગોળી લેવા અને એનિમિયા રોગ અટકાવવા અને હીમોગ્લોબીનની યોગ્ય માત્રા જાળવવા માટે સમતોલ આહારનું મહત્ત્વ સમજાવ્યું. જુદાં જુદાં કેફી પદાર્થોના વ્યસનની શારીરિક, માનસિક અને શૈક્ષણિક અસરો તેમજ વ્યસન અટકાવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત આરોગ્યની જાળવણી ane અને જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં કિશોરી ઓના એચ.બી ઓછા હતા તેમને 3 મહિના આઈ.એફ.એ ગોળી ખવડાવવા માં આવી અને ત્યારબાદ આજે ફરી થી તેમનું એચ.બી ચેક કરતા તે વધેલું જોવા મળ્યું.ટી.એચ.વી જયશ્રીબેન કરમટા ,કિશોર સ્વાસ્થ્ય સલાહકાર દિશા સુથાર, એ.એન.એમ સંગીતાબેન, શાળા ના પ્રિન્સીપાલ,શિક્ષકો તેમજ કિશોરીઓ હાજર રહી.




