
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભિલોડા ગામની એન.આર. એ. હાઈસ્કૂલ ના મેદાનમાં યોગ શિબિર યોજાઈ

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભિલોડા ગામની એન.આર. એ. હાઈસ્કૂલ ના મેદાનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર,ના જોન કોર્ડીનેટર પિન્કીબેન મેકવાનજી ની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાઈ. તેમના દ્વારા શિબિરનું સંચાલન કરવામાં આવ્યું. શિબિરનું આયોજન ભિલોડા તાલુકા યોગ કોચ: હિતેન્દ્ર પંચાલ, બદાજી નીનામા, પંકજ શર્મા દ્વારા કરવામાં આવ્યું. જેમાં વસંત પટેલ, પરાગ શર્મા તથા સમગ્ર યોગ ટ્રેનર ટીમ નો પૂર્ણ સાથ સહકાર રહ્યો હતો.શિબિર ની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત થી કરવામાં આવ્યું.જેમાં બ્રહ્માકુમારી શ્રી શોભા દીદી, એસ.આર.પી કેમ મુડેટી ના ડી.એસ.પી. અનિલભાઈ ચૌધરી,પી.આઈ.ડી.કે. લેઉવા પીએસઆઈ બારીયા, જે આર ઝાલા, પૂર્વ સરપંચ અને બીજેપી તાલુકા પ્રમુખ આદરણીય મનોજભાઈ પટેલ, જનસેવા સંઘના ઉપપ્રમુખ રોહિતભાઈ ત્રિવેદી, ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખા ના સંસ્થાપક મુકેશભાઈ પંચાલ, રામ અવતાર શર્મા, ડૉ.સુરેન્દ્ર પટેલ,હસમુખભાઈ પટેલ, નાનજીભાઈ તબિયાર સાહેબ મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયા કોર્ડીનેટર સોનલબેન દરજી, જિલ્લા કોડીનેટર જયેન્દ્ર મકવાણા, તથા મેઘરજ થી પૂર્વ કોડીનેટર પાયલબેન વાળંદ,યોગ કોચ સુનિલભાઈ વાળંદ ઉપસ્થિત રહ્યા હતા. શિબિર ની શરૂઆત ઓમકાર અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી, ત્યારબાદ સૂક્ષ્મ વ્યાયામ,આસનો, પ્રાણાયામ અને ધ્યાન કરાવવામાં આવ્યું. રોગ સામે યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કોર્ડીનેટર સોનલ બેન દરજી દ્વારા ગુ.રાજ્ય યોગ બોર્ડના સોશિયલ મીડિયા ની જાણકારી આપવામાં આવી હતી. મુડેટી એસઆરપી કેમ્પના ૧૫૦ જવાનો, ગ્રામજનો તથા યોગ સાધકો સહિત ૪૦૦ થી વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી શિબિર ને સફળ બનાવી હતી. શિબિરના સમાપન માં ડીવાયએસપી અનિલભાઈ ચૌધરી દ્વારા યોગ કોચ: હિતેન્દ્રભાઈ પંચાલને યોગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ*પ્રારબ્ધનું ઘડતર*પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં આભાર વિધિ સાથે યોગ શિબિરનું સમાપન કરવામાં આવ્યું હતું.





