ANANDANAND CITY / TALUKOGUJARAT

વિસ્વ સૌચાલય દિવસની ઉજવણી શૌચાલય વિહોણા 8 લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલયના મંજૂરી પત્ર એનાયત કરાયાં

વિસ્વ સૌચાલય દિવસની ઉજવણી શૌચાલય વિહોણા 8 લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલયના મંજૂરી પત્ર એનાયત કરાયાં

તાહિર મેમણ – આણંદ – 19/11/2024 – ભારત સરકારનાં જલ શકિત મંત્રાલયે તારીખ 19 મી નવેમ્બર 2024 ના રોજ “વિશ્વ શૌચાલય દિવસ” નિમિતે રાષ્ટ્ર વ્યાપી ઉજવણી માટે નિર્ધારીત માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેનું ચુસ્તપણે આણંદ જિલ્લામાં પાલન કરવા કલેકટર, જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા મિશનનાં અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, આણંદ ખાતે બેઠક યોજવામાં આવી હતી.

આ અભિયાનનો પ્રારંભ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યો હતો. કલેકટર પ્રવીણ ચૌધરી એ જાહેર શૌચાલયમાં સ્વચ્છતા રાખવા માટે અને પાણીનો બગાડ ન થાય તે જોવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પાણીના નળ ટપકતા ન હોય અને નળ ચાલુ રાખી પાણીનો બગાડ ન થાય છે તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ ઝુંબેશ હાથ ધરવા જણાવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હેઠળની નવીન 6 ગામોની રૂપિયા 44 લાખની યોજનાઓ મંજુર કરવામાં આવી હતી. ગ્રામ્ય કક્ષાએ આંતરિક પાણી પુરવઠા યોજનાઓની મરામત અને નિભાવણીની કામગીરી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી અને સેલ્ફ હેલ્પ ગ્રુપ મારફતે કરવામાં આવે છે જેની સમીક્ષા કરવામાં આવી હતી.

વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી દરમિયાન તાલુકા, ગ્રામ્ય કક્ષાએ વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવા બાબતે પ્રથમ તબકકામાં ગ્રામ્ય કક્ષાએ શૌચાલય વિહોણા લાભાર્થીઓને ઓળખી કાઢી કુલ 8 લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલયના મંજૂરી પત્ર કલેક્ટરના હસ્તે એનાયત કરવામાં આવ્યાં હતા.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.વી. દેસાઈએ “વિશ્વ શૌચાલય દિવસ’ ની આણંદ જિલ્લામાં કરવામાં આવનાર ઉજવણી અંતર્ગત તારીખ 19 મી નવેમ્બર થી તારીખ 10 મી ડિસેમ્બર 2024 દરમિયાનની વિગતો રજૂ કરી હતી. આ ઉજવણી દરમિયાન ગ્રામ પંચાયત સ્તરે શ્રેષ્ઠ વ્યકિતગત શૌચાલય અને બ્લોક / જિલ્લા સ્તરે શ્રેષ્ઠ સામુહિક શૌચાલય સ્પર્ધાઓનુ આયોજન અને નિર્ધારિત વિજેતાઓનું સન્માન કરવામાં આવશે, વધુમાં વિશ્વ શૌચાલય દિવસ વિશે જાગૃતિ ફેલાવવા અને સ્વચ્છતા પ્રયાસોમાં જનભાગીદારીને પ્રોત્સાહિત કરવા રેલી યોજવામાં આવશે.

Back to top button
error: Content is protected !!