ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત બાદ રાજપારડીમાં કરાઈ ઉજવણી
રાજપારડી ખાતે વિસાવદર માં આપ ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ની જીત નો જશ્નો મનાવાયો..
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય પર વિસાવદર વિધાનસભાના આપના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાની જીત થતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જસ્ન મનાવાયો હતો એકબીજાને મીઠાઈ ખવડાવી તેમજ રાજપારડી કાર્યાલય ખાતે ફટાકડા ફોડી કરી વિજય મનાવ્યો હતો આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ઝઘડિયા તાલુકાના પ્રમુખ સર્જન વસાવા.આમ આદમી પાર્ટીના ઝઘડીયા વિધાનસભાના પ્રભારી સંદીપ વસાવા,રોબિન ભગત,જાવેદ મલેક,કાંતિભાઈ વસાવા, રાજન વસાવા,તેમજ આપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
ઈરફાનખત્રી
રાજપારડી