GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણ હવા મહેલ ખાતે 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનો સંદેશો આપતો દિવસ એટલે 21મી જૂન - નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

તા.21/06/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનો સંદેશો આપતો દિવસ એટલે 21મી જૂન – નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાતની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અંતર્ગત વડનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો આ જ શ્રેણીમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ હવા મહેલ ખાતે યોજાયો હતો સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના પાઠવતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, 21મી જુન એ માત્ર તારીખ નથી, સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનો સંદેશો આપતો દિવસ છે સમગ્ર વિશ્વને એકતાના તાંતણે બાંધવાનો અને યોગને વિશ્વ સુધી લઈ જવાનો દિવસ છે એટલે 21મી જૂન. યોગ એ ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનિઓએ માનવજાતને આપેલી અનમોલ ભેટ છે યોગને વિશ્વ ફલક પર લઈ જવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા સમક્ષ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો આ પ્રસ્તાવ સાથે વિશ્વના ૧૯૩ દેશોએ સહમત થઈને એનો સ્વીકાર કર્યો ત્યારથી ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આપણા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી અને યોગ બોર્ડના ચેરમેન શિશપાલસિંહજી રાજપુત માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ એવા વડનગરમાં રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે આ એક ઇતિહાસ રચાવા જઈ રહ્યા છે જેની માત્ર આ રાજ્યમાં જ નહીં દેશ અને દુનિયામાં નોંધ લેવાશે વધુમાં તેમણે આ સફળ કાર્યક્રમ બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરેન્દ્રનગર મહાનગર પાલિકાને અભિનંદન પાઠવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદબોધન ઉપસ્થિત સૌએ રસપુર્વક સાંભળ્યું હતું આ પ્રસંગે પતંજલિના યોગ કોર્ડીનેટર જામભા ઝાલાએ ઉપસ્થિત સૌ લોકોને વજ્રાસન, ભદ્રાસન, તાડાસન, વૃક્ષાસન, પાદ હસ્તાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, અર્ધ-ઉષ્ટ્રાસન, પૂર્ણ-ઉષ્ટ્રાસન, ઉત્તાનમંડૂકાસન, વક્રાસન, મકરાસન, ભુજંગાસન, શલભાસન, સેતુ બંધાસન, ઉત્તાનપાદાસન, અર્ધહલાસન, પવન મુક્તાસન, શવાસન, કપાલભાતિ, અનુલોમ વિલોમ, ધ્યાન સહિતના યોગાસન કરીને યોગ નિદર્શન કર્યું હતુ આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યોગ બોર્ડના કોર્ડીનેટર અને યોગ ટ્રેનરોને સર્ટીફીકેટ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સૌ લોકોએ નિયમિત યોગ કરવા માટે સંકલ્પ લીધો હતો અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમા મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવહાણે, નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ. કે. કટારા અને અર્જુન ચાવડા, નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમાર તથા દેવાંગભાઈ રાવલ, જીતુભાઈ ચાવડા, હર્ષાદીદી (પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય), અગ્રણી સર્વશ્રી તેમજ હોમગાર્ડ જવાનો અને વિદ્યાર્થીઓ સહીત મહાનગરપાલિકાના અધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!