Dahod:દાહોદ સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે ૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ ની ઉજવણી
સ્વસ્થ ભારત – એક ભારત:આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દાહોદ જિલ્લામાં ૧૨ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઐતિહાસિક છાબ તળાવ દાહોદ ખાતે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની કરાઈ ઉજવણી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વહિવટી તંત્રના અધિકારીઓ , પોલીસ તંત્ર, શિક્ષકો, નાગરિકો, વિદ્યાર્થીઓ, યોગ સાધકોએ કર્યો યોગાભ્યાસ યોગથી સારી કોઈ કસરત નથી. યોગ એ લાંબા તેમજ સ્વસ્થ આયુષ્ય માટે અત્યંત જરૂરી છે-રાજ્યમંત્રી રમેશભાઈ કટારા દાહોદની ઓળખ સમા છાબ તળાવ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની આ ઉજવણીમાં રાજ્યમંત્રી રમેશભાઈ કટારા, કલેકટર સુરભિ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી તેમજ દાહોદ સહિત જિલ્લાના નાગરિકો, સ્કૂલના વિદ્યાર્થીઓ, પોલીસ વિભાગ, શિક્ષકો, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો અને યોગ સાધકોએ ઉપસ્થિત રહી કોમન યોગ પ્રોટોકોલનો યોગાભ્યાસ કર્યો હતો.પશ્ચિમ બંગાલથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગાંધીનગરથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ તથા તેમના સંબોધનને સૌએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું.આ પ્રસંગે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતા કહ્યું હતું કે, યોગ એ આપણા ઋષિમુનિઓએ આપેલ એક એવી અનન્ય ભેટ છે. જે આપણા શારીરિક અને માનસિક શાંતિ આપવાની સાથે આરોગ્ય, સ્વાસ્થ્ય, તંદુરસ્તી તેમજ આંતરિક વિકાસ માટે અત્યંત જરૂરી છે. જેમાં વ્યક્તિગત વિકાસ પણ થાય છે. યોગથી સારી કોઈ કસરત નથી. યોગ એ લાંબા તેમજ સ્વસ્થ આયુષ્ય માટે અત્યંત જરૂરી છે. જેથી તમામ લોકોએ તેને પોતાના રોજીંદા જીવનમાં વણી લેવું જોઈએ.આ સાથે ઉપસ્થિત સૌએ યોગાભ્યાસ કર્યો હતો. આ દરમ્યાન ભારત ભ્રમણ કરનાર જૈનાચાર્યની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી. એમણે આ પ્રસંગે યોગની મહત્વતા દર્શાવતું પ્રેરક પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, શરીરની સાથોસાથ મનનું પણ સ્વસ્થ હોવું જરૂરી છે. મનુષ્યએ મન, વચન અને કાયા જો સ્વસ્થ રાખવું જોઈએ. છેલ્લે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી હતી જિલ્લા કક્ષાએ યોજાયેલા આ કાર્યક્રમમાં દાહોદ પ્રાંત અધિકારી મિલિન્દ દવે, દાહોદ મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર, જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, ચાઈલ્ડ હેલ્પ લાઈન ટીમ, સહિત વહીવટી તંત્રના અન્ય અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.