તા.૨૧.૦૬ ૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની કરાઇ ઉજવણી
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા; મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ; સ્વાસ્થ્ય અને સુખાકારી માટે છે એટલે નાના બાળકોને બાળપણથી યોગ વિશે માહિતગાર વિશ્વ યોગની ઉજવણી કરી હતી. સાથે ગ્લોબલ વોર્મિંગના કારણે વધતા જતા તાપમાન રોકવા તેમજ પર્યાવરણને પાયે વૃક્ષો વાવવા ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું