સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના 13માં સ્થાપના દિવસની ઉજવણી
સાંસ્કૃતિક કાર્યક્રમો અને બાળકો સાથે આનંદદાયક કાર્યક્રમોનું આયોજન
તા.28/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સાંસ્કૃતિક કાર્યક્રમો અને બાળકો સાથે આનંદદાયક કાર્યક્રમોનું આયોજન, સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના 13માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જરના નેતૃત્વ હેઠળ બાળ સુરક્ષા અને બાળ કલ્યાણકારી સંસ્થા ખાતે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાળકો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, ગરબા, રમત-ગમત, વૃક્ષારોપણ અને તિથિ ભોજન થકી આ દિવસને વધુ યાદગાર બનાવવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ બાળકોના અધિકારો, શિક્ષણ અને સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ છે અને આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે આ કાર્યક્રમમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને ડો. એલ.એમ ધ્રુવ બાલાશ્રમના બાળકો ઉપરાંત સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન જીતેન્દ્રભાઈ ચૌહાણ, જુવેનાઇલ જસ્ટિસના સભ્યો, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજયભાઈ મોટકા, સંસ્થાના અધિક્ષક જયેશભાઈ સાપરા, પ્રકાશભાઈ ગોહિલ અને સમગ્ર સ્ટાફે હાજરી આપી હતી.