BANASKANTHAGUJARATPALANPUR
જગાણાની એકલવ્ય સ્કૂલ ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશેની ખેડૂતોને સમજણ અપાઈ
21 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
એકલવ્ય મોડેલ સ્કૂલ જગાણા ખાતે સ્કૂલ ઓઇલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત જગાણા ખાતે ખેડૂતોની સભા યોજાઈ જેમાં ગુજરાત રાજ્ય ખેતીવાડી ખાતુ અને આત્મા પ્રોજેક્ટ અને જમીન ચકાસણી પ્રયોગશાળા બનાસકાંઠા દ્વારા જમીનના નમુના અને પ્રાકૃતિક ખેતી વિશેની ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી અને જમીનના નમુના ચકાસણીના સર્ટિફિકેટ સ્થળ ઉપર આપવામાં આવ્યા હતા. તેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા જેમાં આશાબેન પ્રજાપતિ (આત્મા પ્રોજેક્ટ) જીગીશાબેન – જમીન ચકાસણી અધિકારી, (એ.ઓ.) ગ્રામ સેવક વસંતીબેન ચાવડા ખાસ હાજર રહ્યા અને ગ્રામજનોમાંથી દિલીપભાઈ કરેણ,માનજીભાઈ ચૌધરી બેચરભાઈ કરેણ, ડુંગરભાઈ કરેણ,ગંગારામભાઈ પ્રજાપતિ, ભવાનભાઈ કુણિયા, કિર્તી ચૌધરી જેવા ગામના આગેવાનો આ ગ્રામ સભામાં હાજર રહ્યા હતા