AHAVADANGGUJARAT

આહવાના બિલમાળ-હાંડી પર્વત દેવબારી સુધીનો ડામર રસ્તો મંજૂર કરવા શિક્ષણ સમિતિના અધ્યક્ષ એ આવેદનપત્ર પાઠવ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બિલમાળ – કામદ ગામ મુખ્ય રસ્તા વાઘદેવબારીથી હાંડી પર્વત દેવબારી સુધી ડામર સપાટીનો 7 કિલોમીટરનો રસ્તો મંજૂર કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષએ  મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં આવેલ બિલમાળ-કામદ ગામ મુખ્ય રસ્તા વાઘદેવબારીથી હાંડી પર્વત દેવબારી સુધીનો 7 કિલોમીટરનો નવો રસ્તો ડાંગ જિલ્લા પંચાયત મા×મ વિભાગ દ્વારા બનાવવામા આવે તો યાત્રાળુઓ તથા પર્યટકો અને ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાથી વિખુટા પડેલ ડોન ગામ તેમજ મહારાષ્ટ્ર રાજ્યના નાસીક જિલ્લાના જામાળી,હનવતમાળી,મહાલ જેવા ગામો તરફ જવા માટે ખુબજ ઉપયોગી નીવડી શકે તેમ છે.આ રસ્તો બનાવવાથી ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા-શબરીધામ-સીતાવન-પાંડવ ગુફા-ડોન- અંજનીપર્વત-હાન્ડી હનુમાન મંદિર-અર્ધનારેશ્વર મંદિર-મોટાદેવ જેવા પૌરાણિક ધાર્મિક સ્થળોએ પણ જઈ શકાશે. જેના કારણે પર્યટકો, યાત્રાળુઓ ડાંગ જિલ્લાનું સૌંદર્ય નિહાળવા તથા પરિભ્રમણ કરવા માટે અનુકૂળ બનશે અને લોકોની અવર જવર વધશે તો ડાંગ જિલ્લાના સ્થાનિક આદિવાસી શિક્ષિત બેરોજગારોને નાની દુકાનો, હોટલો, જીવન જરૂરીયાતની ચીજ- વસ્તુઓનું વેચાણ કરી રોજગારી મેળવવાની તક મળશે.આમ, આ રસ્તો બનવાથી સ્થાનિકોને શિક્ષણ, આરોગ્ય, વ્યાપાર-ધંધામાં ખુબ ફાયદો થાય તેમ છે.ત્યારે આ સાત કિલોમીટરનો રસ્તો મંજૂર કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ  બીબીબેન રમેશભાઈ ચૌધરી દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.અને આ રસ્તો મંજુર કરવા માટેની માંગ કરી છે..

Back to top button
error: Content is protected !!