GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે ભક્તોનું મહેરામણ, મંદિર પરિસર ખાતે હોમહવન યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૬.૪.૨૦૨૪

આદ્યશક્તિ માં ની આરાધના નું પર્વ એટલે ચૈત્રી નવરાત્રી, ચૈત્રી તેમજ આસો નવરાત્રી માં આઠમ ના દર્શનનો ભક્તોમાં વિશેષ મહિમા હોય છે.જેના પગલે કાળઝાર ગરમી માં પણ આઠમના રોજ યાત્રાધામ પાવાગઢ ખાતે પોણો લાખ ઉપરાંત માઇ ભક્તોએ માતાજીના ચરણ માં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. ભક્તોએ માતાજીના દર્શન સાથે સાથે આઠમના હવનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ શક્તિપીઠમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના દર્શનનો ભક્તોમાં વિશેષ મહિમા હોય છે. ૫૧,શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમલાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે.આ યાત્રાધામ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા હોય છે.તેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી,આસો નવરાત્રી, તેમજ આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે. તે ઉપરાંત તેમજ શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. તેમાં પણ પાવાગઢ નો વિકાસ અને મંદિર પરિસરના આધ્યાત્મિક નિર્માણ તેમજ ઐતિહાસિક ધ્વાજરોહણ થયા બાદ યાત્રાળુઓનો ધસારો વધી ગયો છે. જો કે આશ્ચર્યજનક રીતે ચૈત્રી નવરાત્રી ના પ્રથમ પાંચ નોરતા સુધી ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી.મંગળવાર ના રોજથી શરૂ થયેલ નવરાત્રી પર્વ માં આઠમા (મંગળવાર) નોરતા ને લઈને સોમવાર રાત્રેથી નવરાત્રી ની આઠમ ના દર્શન કરવા ભક્તો પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો દર્શનાર્થે જતા જોવા મળ્યા હતા.જેને લઇ મુખ્ય માર્ગો પર જય માતાજી ના ભારે જયઘોષ સંભળાતા હતા. અને મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર માતાજીના ભક્તો મંદિર ના નિજ દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિર ના દ્વાર વહેલી સવારે ચાર કલાકે માતાજી ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું. સવારે ચાર વાગે મંદિરમાં માતાજી ની મંગળા આરતી થતા ભક્તો એ આરતીનો લાભ લીધો હતો.આરતી સાથે દર્શન ની શરુઆત થઇ હતી.જોકે બપોર બાદ અસહ્ય ગરમી ને કારણે ભક્તો નો પ્રવાહ ઘટી ગયો હતો.જ્યારે શક્તિપીઠ પાવાગઢ ખાતે દર વર્ષની જેમ પરંપરા અને શ્રધ્ધા સાથે ચૈત્રી નવરાત્રીના આઠમાં નોરતે આઠમનો હવન મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસર માં કરવામાં આવ્યો હતો.ભક્તો એ માતાજી ના દર્શનની સાથે સાથે આઠમના હવનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.મંદિર જીર્ણોદ્ધાર બાદ શિખર બંધ સુવર્ણ કળશ થી સુશોભિત ધ્વજ દંડ પર ધજાજી લહેરાયા બાદ નવરાત્રી નો હવન માં હવન કુંડમાં આહુતિ આપવા બેઠેલ યજમાનો તેમજ તેમનો પરિવાર તેમજ ટ્રસ્ટીગણ તેમજ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે શ્રદ્ધાળુ યજ્ઞ મંડપની બહારથી હવનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જયારે યજ્ઞનો આરંભ સવારે ૯.૦૦ કલાકે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો. બપોર ના ૫.૦૦ કલાકે હવન કુંડમાં શ્રીફળ હોમી શાસ્ત્રોક્ત વિધિવત રીતે યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતું. જેમાં આઠમના નોરતાને લઇ માતાજીના ભકતોએ માતાજીના દર્શન ની સાથે સાથે માતાજીના આઠમના હવન દર્શન નો પણ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!