BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO

પદવીદાન સમારોહના નામે થતું બિનજરૂરી ઉડાઉપણું સાંખી લેવામાં આવશે નહીં – ABVP પ્રતિનિધિ

પદવીદાન સમારોહના નામે થતું બિનજરૂરી ઉડાઉપણું સાંખી લેવામાં આવશે નહીં – ABVP પ્રતિનિધિ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આગામી ૨૯ માર્ચના રોજ યોજાનારા ૧૦મા પદવીદાન સમારોહ માટે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, તે દરમ્યાન દુષ્ઠ આવતા જ abvp કાર્યકરો ઘસી આવી હોબાળો મચાવ્યો હતો,

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા યુનિવર્સિટી પ્રશાસન પર વિદ્યાર્થીઓના સ્વભંડોળના નાણાંનો વૈભવી અને બિનજરૂરી વસ્તુઓ પાછળ દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે ABVP એ યુનિવર્સિટીની કાર્યપદ્ધતિ અને નાણાકીય પારદર્શિતા પર સવાલ ઉઠાવતા નીચે મુજબના મુદ્દાઓ રજૂ કર્યા છે જેમાં સમારોહમાં મહેમાનો માટે માત્ર કોટીની ખરીદી પાછળ જ અંદાજે રૂ.૧.૫ લાખથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, સરકારી નિયમ મુજબ કોઈપણ ખરીદી માટે થસ પોર્ટલનો ઉપયોગ કરવો ફરજિયાત છે, ABVP એ પ્રશ્ન કર્યો છે કે શું આ ખરીદીમાં નિયમોનું પાલન થયું છે કે કેમ? યુનિવર્સિટી પાસે નવ મહિના સુધી ભાવનગરની હવાઈ સેવાઓ છીનવાઈ ગયા બાદ હવે ફરી એક વખત ભાવનગર-નવી મુંબઈ પોતાની સુસજ્જ ટીચર્સ હોસ્ટેલ અને ગેસ્ટ હાઉસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં, મહેમાનોને મોંઘી હોટલોમાં ઉતારો આપવાના નિર્ણય સામે પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે, જાહેર નાણાં અને વિદ્યાર્થીઓના ભંડોળનો ઉપયોગ માત્ર વિદ્યાર્થી હિત અને શૈક્ષણિક હેતુઓ માટે જ થવો જોઈએ. પદવીદાન સમારોહના નામે થતું બિનજરૂરી સુલેશ્વઆવશે નહીં. “ABVP દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે, પદવીદાન

સમારોહના સમગ્ર ખર્ચની વિગતો જાહેર કરવામાં આવે, તમામ ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવે, સરકારી પ્રોટોકોલ અને સ્પોર્ટલના નિયમોના પાલનની સ્પષ્ટતા કરવામાં આવે, વિદ્યાર્થી સંગઠને અંતમાં ચેતવણી આપી છે કે, જો યુનિવર્સિટી તંત્ર દ્વારા સંતોષકારક ખુલાસો કરવામાં નહીં આવે અથવા વિદ્યાર્થી હિતને પ્રાથમિકતા આપવામાં નહીં આવે તે દિવસમાં વિદ્યાર્થી હિતની રક્ષા માટે છમ્ફ દ્વારા ઉગ્ર પગલાં લેવામાં આવશે

રિપોર્ટ જિશાન ખુંટ

Back to top button
error: Content is protected !!