BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

માર્ગ પર કેમિકલ ઢોળાયું:અંકલેશ્વર નજીક હાઇવે પર ચાલુ ટ્રકમાંથી કેમિકલ ભરેલા બેરલ રોડ પર પડ્યા; થોડીવાર માટે ટ્રાફિકજામનું નિર્માણ થયું

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચ તરફ દેસાઈ પેટ્રોલ પંપ નજીક ટ્રક નંબર RJ-27-OD-9377 પૂરઝડપે પસાર થઈ હતી. ત્યારે ચાલુ ટ્રકમાંથી કેમિકલ ભરેલા બેરલ માર્ગ પર પડ્યા હતા. જેના પગલે બેરલમાંથી કેમિકલ લીક થયું હતું.આ અંગેની જાણ થતા ટ્રકચાલકે ટ્રક થોભાવી દીધી હતી. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ટ્રક તેમજ બેરલને બાજુ પર ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. જોકે બેરલમાં જ્વલનશીલ કેમિકલ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

Back to top button
error: Content is protected !!