CHHOTA UDAIPURNASAVADI
છોટાઉદેપુર જિલ્લાના લગભગ ૨૦૪ સફાઈ કામદારોએ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ લાભ લીધો.
મૂકેશ પરમાર,,નસવાડી
છોટાઉદેપુર,સ્વચ્છતા હિ સેવા ૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી,કવાંટ,નસવાડી, સંખેડા,પાવી જેતપુર,છોટાઉદેપુર તાલુકાના CHC અને PHC સેન્ટર પર સફાઈ કામદારોનો મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં લગભગ ૨૦૪ સફાઈ કર્મચારીઓએ લાભ લીધો હતો.તમામ તાલુકાઓમાં સફાઇ કામદારોનું સન્માન કરી તેમને PPE કિટનું વિતરણ કરવા આવ્યું હતુ.જિલ્લા એચઆરડી કન્સલટન્ટ દ્વારા સફાઇ કામદારોને સેફ્ટી/સુરક્ષા વિશેની માહિતી અને digniti card વિતરણ કરવામા આવ્યા હતા.