BODELICHHOTA UDAIPUR

છોટાઉદેપુર લોકસભાની બેઠક પાંચ લાખ કરતાં વધારે મતથી જીતવાનો આસાવાદ વ્યક્ત કરતાં ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા.

છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું કે આ વખતે છોટાઉદેપુર બેઠક પાંચ લાખ કરતાં વધારે મતથી જીતીને આ બેઠક નરેન્દ્ર મોદીને અર્પણ કરી શું.એમ ઉમેદવાર એ જણાવ્યું હતું. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસના મહારથીઓ પણ ભાજપમાં છે જેથી ભાજપની તાકાત બેવડી બની છે. છોટાઉદેપુર, સંખેડા, પાવીજેતપુર, હાલોલ, ડભોઇ,પાદરા વગેરે વિધાનસભાના ધારાસભ્ય ભાજપના છે જેનો સીધો લાભ થનાર છે.હાલમાં ભાજપના ઉમેદવાર અત્યાર થી ઝંઝાવાતી પસાર કરી રહ્યા છે. હાલમાં હોળીના તહેવારોમાં દરેક હાટમાં જઈને પ્રજાના દિલ જીતી રહ્યા છે.નારણ રાઠવા, રાજુભાઇ રાઠવા ધીરૂભાઇ ભીલ, મોહનસિંહ, સંગ્રામ સિંહ રાઠવા જેવા નેતાઓનું છોટાઉદેપુર, બોડેલી,નસવાડી, સંખેડા, કવાટ, નાંદોદ જેવા વિસ્તારોમાં સારું પ્રભુત્વ ધરાવે છે. જેથી મતદારોનું ઉત્સાહ કમળ બાજુ છે.વધુમાં નરેન્દ્ર મોદી તથા ભુપેન્દ્રભાઈ પટેલની કમળવાળી સરકારે આ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં કામો કરીને આ વિસ્તારનો વિકાસ વધારે છે.જ્યારે હાલોલ તથા જાંબુઘોડામાં કોંગ્રેસ પાસે નહિવત કાર્યકરો છે. અને કોંગ્રેસ હાલમાં મૃતપ્રાય અવસ્થામાં છે. પ્રચાર માટે કાર્યકરોની ફોજ પણ નથી. જેથી આ વિસ્તારમાં હલોલના ધારાસભ્ય તેમજ જિલ્લા મહામંત્રી મયંકભાઈ દેસાઈ દ્વારા બોડેલી ભાજપ કાર્યાલય ખાતે આ બે તાલુકા માંથી એક લાખથી વધુ મતો નો લીડ આપીશું તેવું બોડેલી ભાજપ કાર્યાલય ખાતે જશુભાઇ ને વચન આપ્યું હતું. જ્યારે ડભોઇ તાલુકામાં ધારાસભ્ય શૈલેષ સોટ્ટા ડભોઇ તાલુકા નું હરણફાળ વિકાસ કર્યો છે.જેથી અહીની દરેક કોમની પ્રજા ધારાસભ્ય પર વિશ્વાસ ધરાવે છે. જેનો ફાયદો પણ લોકસભાના ઉમેદવાર જશુભાઇ ને થનાર છે. જ્યારે નસવાડીના માજી ધારાસભ્ય ધીરૂભાઇ ભીલ ભાજપમાં આવતા કોંગ્રેસના મોટાભાગના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયેલ છે. અને આ વિસ્તારમાં ધીરૂભાઇ નું વર્ચસ્વ સારું હોવાથી અહીની પ્રજામાં પ્રભુત્વ ધરાવે છે. તેઓ પણ અત્યારથી ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. જ્યારે બોડેલી,સંખેડા,નસવાડી આમ ત્રણ તાલુકાની ધારાસભ્ય અભેસિંગ તડવી એ પણ વિસ્તારમાં મોટાભાગના કાર્યો કરીને આ વિસ્તારમાં સારી ચાહના મળી છે. જેથી આ ત્રણ તાલુકા ની પ્રજા 108 ના હુલામણા નામથી અભેસિંહ પ્રચલિત બન્યા છે. આ ચૂંટણીમાં રામ મંદિર,370ની કલમ વગેરે જેવા કામોને લીધે મતદારો ભાજપ પર ભરોસો રાખી રહ્યા છે. જેથી આ વખતે ચૂંટણીમાં ડબલ એન્જિન ની સરકારને ડબલ જુસ્સાથી ભાજપ તરફ મતદાન કરવા માટે આ વિસ્તારના યુવાનો કમર કસી રહ્યા છે. અને આ સીટ પાંચ લાખથી વધુ મતથી જીતશે એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!