BODELICHHOTA UDAIPUR

ખત્રી વિધાલયની દીકરીઓ હઠીલા રોગોના ચેક અપ માટે દવાખાનાની મુલાકાત કરાવી

આજરોજ ખત્રી વિદ્યાલયની દીકરીઓને સિંકલ સેલ ,થેલેસેમીયા અને અનિયમિત માસિકધર્મ માટે શાળાના ઉત્સાહી શિક્ષિકા બેન શ્રીમતી એસ.આઈ તૂરાબ દ્વારા સરકારી દવાખાનાની મુલાકાત કરાવી. કેટલીક દીકરીઓ શાળામાં અનિયમિત આવતી હતી.તેમની સમસ્યાઓ જાણી તેમને પીડાતી સમસ્યાઓને દૂર કરવા સીમાબેન દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા.દવાખાનામાં HOD દ્વારા ઝીણવટ ભરી તપાસ કરી પીડિત દીકરીઓને સિંકલ સેલ કાર્ડ અને દર માસ ની ગોળીઓ આપવામાં આવી.

અને અન્ય દીકરીઓને પણ તમામ સમસ્યાઓનું સમાધાન કરવામાં આવ્યું.શાળાએ અનિયમિત આવતી વિદ્યાર્થીઓ ની સમસ્યાઓ ને નિવારી તેઓને શાળાએ નિયમિત કરવા માટે નો આ એક નવતર પ્રયોગ કરી તેમાં સફળતા મેળવી.વાલીગણ દ્વારા શાળાના આ પગલાં ને વધાવી સીમાબેન નો વાલીઓ દ્વારા આભાર માનવામાં આવ્યો

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!