BANASKANTHAGUJARAT
ધાનેરા તાલુકાના લવારા પગાર કેન્દ્ર શાળાનું શાળાનું ગૌરવ વધારતા બાળકો.
ધાનેરા તાલુકાના લવારા પગાર કેન્દ્ર શાળાનું શાળાનું ગૌરવ વધારતા બાળકો.

ધાનેરા તાલુકાના લવારા પગાર કેન્દ્ર શાળાનું શાળાનું ગૌરવ વધારતા બાળકો.
ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાના રમતગમતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન ધાનેરાની ડી.બી.પારેખ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.ભાભર તાલુકાના બુરેઠા ગામના વતની અને હાલ શ્રી લવારા પે. કેન્દ્ર શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિ જૈમિનિ રમેશકુમાર પ્રજાપતિ એ ચેસ સ્પર્ધા (અંડર- ૧૪)માં પ્રથમ ક્રમાંક અને લવારા ગામના વાઘેલા સિદ્ધરાજ પોપટસિંહે ચેસ સ્પર્ધા (અંડર- ૧૧) માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. શાળાના બંને બાળકોએ શાળાનું ગૌરવ વધાર્યું તે બદલ માર્ગદર્શક શિક્ષકો પ્રવીણભાઈ બી.ગમાર,લક્ષ્મણભાઈ બી. ચૌધરી અને શાળાના આચાર્ય રમેશભાઈ ચૌધરી તથા શાળાના સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530