BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં ગરમીનો પ્રકોપ:તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચ્યું, આગામી દિવસોમાં વધુ વધારાની શક્યતા

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. બપોર બાદ ગરમીએ વધુ જોર પકડ્યું હતું. સાંજના 3 વાગ્યા સુધીમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ગરમીના કારણે મોટાભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જે લોકો બહાર નીકળી રહ્યા છે તેઓ છાંયડો શોધી રહ્યા છે. ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે.
પવનની ગતિ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ છે. જોકે, આ પવન ગરમીની તીવ્રતા ઘટાડવામાં અપૂરતો સાબિત થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની આગાહી કરી છે. ગરમીના કારણે શહેરમાં એસી અને પંખાના ઉપયોગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!