સુરેન્દ્રનગર જિલ્લાનાં બાળકો જુનાગઢ ખાતે આયોજિત ખડક ચઢાણ એડવેન્ચર કોર્ષ વર્ષ ૨૦૨૫-૨૬માં ભાગ લઈ શકશે
૮ થી ૧૩ વર્ષના સામાન્ય, અનુસુચિત જાતિ તથા અનુસુચિત જન જાતિના ભાગ લેવા ઈચ્છુક બાળકો તા.૩૦ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકશે
તા.12/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
૮ થી ૧૩ વર્ષના સામાન્ય, અનુસુચિત જાતિ તથા અનુસુચિત જન જાતિના ભાગ લેવા ઈચ્છુક બાળકો તા.૩૦ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકશે, રાજય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જુનાગઢ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સામાન્ય, અનુસુચિત જાતિ તથા અનુસુચિત જન જાતિના બાળકો માટે ખડક ચઢાણ એડવેન્ચર કોર્ષ વર્ષ ૨૦૨૫-૨૬ હાથ ધરવામાં આવનાર છે જે અન્વયે (૧) ૮ થી ૧૩ વર્ષના બાળકો (સામાન્ય) માટે એડવેન્ચર કોર્ષ (૨) અનુસુચિત જાતિના ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્ષ (૩) અનુસુચિત જન જાતિના ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે એડવેન્ચર/બેઝીક કોર્ષનું વિવિધ તબક્કાવાર આયોજન થશે આ કોર્ષમાં ભાગ લેવા માટે ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનાં ફોર્મ સાથે આધારકાર્ડની નકલ અને અન્ય જરૂરી પ્રમાણપત્રો, આધાર પુરાવાની નકલ જોડી કચેરી સમય દરમિયાન ૩૦/૦૯/૨૦૨૫ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ૧/૧ બહુમાળી ભવન, સરદારબાગ, જુનાગઢ – ૩૬૨૦૦૧ ખાતે મોકલી આપવાના રહેશે ઉપરોકત કોર્ષના ફોર્મ સુરેન્દ્રનગર જિલ્લા માટે જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં. એ-૫, બહુમાળી ભવન, ખેરાળી રોડ, રતનપર, સુરેન્દ્રનગર ખાતેથી તથા ઓફિસના વોટ્સઅપ નંબર – ૯૪૨૬૬૯૩૭૭૦ પરથી મેળવી શકાશે.