તા. ૧૪. ૧૧. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના ડુંગરા ગામમાં SSE ઇન્ડીયા દ્વારા આયોજિત અને યુનિસેફના સહયોગથી આજરોજ તારીખ.૧૪ નવેમ્બર ના રોજ બાળ દિવસ ઉજવણી નિમિતે વકૃત્વ સ્પર્ધાનું આયોજન એસ્પાયર પ્રોગ્રામ અંતર્ગત બાલિકા પંચાયતની બાલિકાઓ અને અન્ય બાલિકાઓ જોડે કરવામાં આવ્યું જેમાં બાળદિવસ કેમ ઉજવવામાં આવે છે, બાળ દિવસનું મહત્વ,જવાહરલાલ નહેરુને બાળકો કેમ પસંદ હતા તે વિષય પર સ્પર્ધા રાખવામાં આવી.આ પ્રોગ્રામમાં ડુંગરા ગામના સરપંચશ્રી કમોદિબેન,તલાટી દિપીકાબેન,મહિલા અને બાળ અધિકારીની કચેરીમાંથી DHEW સ્ટાફ શીતલબેન,સખી વન સ્ટોપ સેન્ટર માંથી અંજનાબેન અને દેવગઢ બારીયાના બ્લોક કો-ઓરડીનેટર ક્રિષ્નાબેન અને ગામના લોકો હાજર રહ્યા.જેમને ૧૮૧ મહિલા હેલ્પલાઇન નંબર,વ્હાલી દીકરી યોજના, પાલક માતા પિતા યોજના, તેમજ કિશોરીઓ ના વિશેષ અધિકાર તેમજ પોતાના રક્ષણ માટે કેવા પગલાં લઇ શકાય, અને તેના દ્વારા કોને સંપર્ક કરી મદદ મેળવી શકાય તેની માહિતી આપવામાં આવી.DHEW સ્ટાફ દ્વારા કિચેન અને પેડ વિતરણ કરવામાં આવ્યા.આ સ્પર્ધામાં ૧, ૨, ૩ નંબર પણ આપવામાં આવ્યા. ત્યાં તેમણે ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું. ત્યાર બાદ દરેક બાલિકાઓ જોડે ૧૦૯૮ ચાઈલ્ડ લાઈન નંબર ,નમો લક્ષ્મી યોજના,નમો સરસ્વતી યોજના,સારો સ્પર્શ ખરાબ સ્પર્શ વિશે પણ ચર્ચા કરી. દરેક કિશોરીઓ પોતાના હક અને કાયદા વિશે જાણી અને રક્ષણ માટે લડી શકે તેમજ બાલિકા પંચાયતને સક્ષમ બનાવવા અને તેમના કૌશલ્ય ને ઉપર લાવવા માટે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. અને ARC સેન્ટર દાહોદ વિશે માહિતી આપી. કિશોરીઓને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તે ત્યાં આવી નિરાકરણ મેળવી શકે તેમ ARC કાઉન્સિલર દિવ્યાબેન દ્વારા જણાવવામાં આવ્યું