દ્વારકામાં બાળકોના આરોગ્ય-પોષણ-શિક્ષણનું થયુ ચિંતન

આંગણવાડી-સહકાર અને સંકલનથી પ્રગતિ કરે છે,
જામનગર (ભરત ભોગાયતા)
દ્વારકા ખાતે ગુજરાત ફોર્સિસ તથા ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ ના સહયોગ થી તાલુકા કક્ષા એ મહિલા અને બાળ વિકાસ અધિકારી અને સરપંચોની બેઠક યોજાઈ હતી
આ અંગે ઓખામંડળના અગ્રણી બુધાભા ભાટીના જણાવ્યા મુજબ આ બેઠક નું આયોજન ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ નાં ચેરપર્સન હેમાંગીનીબહેન માણેક નાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. નાયબ તાલુકા વિકાસ અધિકારી મુકેશ ઉપાધ્યાય,ICDS વિભાગ માંથી CDPO કાજલબહેન ગોધમ અને સરપંચ મંડળ ના પ્રમુખ વરજાંગભા માણેક, તાલુકા પંચાયત ના સદસ્ય પબુભા એસ માણેક અને 16 સરપંચો હાજર રહેલા. જેમાં બાળકોનાં આરોગ્ય અને પોષણ ઉપરાંત શિક્ષણ નાં મુદ્દા પર ચર્ચાઓ કરવામાં આવી. આ વિસ્તાર નાં આંગણવાડી નાં પ્રશ્નો અને બાંધકામ નાં પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી. CDPO દ્વારા તે પ્રશ્નો નાં જવાબ આપવામાં આવ્યા તથા સંકલન અને સહકાર થી આંગણવાડી નાં પ્રશ્નો ને GDPD માં સામેલ કરવા બાબત ચર્ચાઓ કરવામાં આવી. તેમજ 26 મી જાન્યુઆરી મહાગ્રામ સભા માં મહિલા અને બાળ વિકાસ ICDS વિભાગ લગતા પ્રશ્નો ને GPDP પ્લાન માં સામેલ કરવા માટે કરવામાં આવશે તેવું આયોજન કરવામા આવ્યુ.
_______________
ભરત જી. ભોગાયતા
પત્રકાર
જામનગર
8758659878





