૭૬ માં પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાર્યક્રમ યોજાયો
29 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
. ૭૬ માં પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ,પાલનપુર બનાસકાંઠા ખાતે કાળજી અને રક્ષણવાળા બાળકો તેમજ અને સ્વસ્તિક પ્રાથમિક શાળા ના સંયુક્ત ઉપક્રમે ચિલ્ડ્રન હોમ ના સફાઈ કામદાર શ્રી કનુભાઈ મકવાણાના હસ્તે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને ચિલ્ડ્રન હોમ ના બાળકો તેમજ સ્વસ્તિક પ્રાથમિક શાળા ના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ચિલ્ડ્રહોમના શ્રેષ્ઠ કામગીરી કરતા કર્મચારીઓનો સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે બાળ કલ્યાણ સમિતિ,બનાસકાંઠા ના ચેરમેન જયેશભાઈ દવે,અને સભ્યશ્રી ડૉ.પરિમાબેન રાવલ,ચિલ્ડ્રન હોમ ના અધિક્ષક ઉર્વશીબેન જાદવ,સ્વસ્તિક શૈક્ષણિક ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ સાળવી,નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી હેતલબેન રાવલ,કોર્પોરેટર શ્રી કૌશલભાઈ જોશી,જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી અમૃતભાઈ દેસાઈ,સ્વસ્તિક પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ પટેલ સહિત આગેવાનો અને ચિલ્ડ્રન હોમ નો સ્ટાફગણ તેમજ સ્વસ્તિક પ્રાથમિક શાળાનો સ્ટાફ ગણ અને વાલીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો