CHOTILAGUJARATSURENDRANAGAR

ચોટીલા પોલીસે CEIR પોર્ટલ મારફતે ખોવાયેલ ચાર મોબાઇલ મુળ માલિકને પરત કર્યા.

તા.17/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રગનર નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગીરીશ પંડયાનાઓએ CEIR પોર્ટલનો વધારેમાં વધારે ઉપયોગ કરી લોકોના ખોવાયેલ મોબાઇલ શોધી કાઢી મૂળ માલિક અરજદારને પરત કરવા સૂચના આપવામાં આવેલ હતી આથી નાયબ પોલીસ અધિક્ષક લીંબડી ડીવીઝનના વી. એમ. રબારીના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ. બી. વલવીની સુચનાથી પો.કો. નરેન્દ્રસિંહ સુરૂભા પરમાર દ્વારા ખોવાયેલ મોબાઇલ અંગેની અરજદારની અરજી અન્વયે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર પોર્ટલનો સચોટ રીતે ઉપયોગ કરીને ખોવાયેલ મોબાઇલ બાબતે આવેલ અરજી પૈકી ચાર મોબાઇલ કિ.રૂ.૫૬,૦૦૦ના શોધી મુળ માલિક કમલેશભાઇ ધીરજલાલ રાઠોડ રહે. સાયલા સુરેન્દ્રનગર, ધનજીભાઇ સોમાભાઇ દેલવાડીયા રહે. ચોટીલા સુરેન્દ્રનગર, નરેશભાઇ પુંજાભાઇ પરમાર રહે. નવા થોરાળા રાજકોટ, સુનીલભાઇ દેવાભાઇ વાઘેલા રહે. રાજાવાડ સુરેન્દ્રનગરને પરત કરવામાં આવ્યા હતાં.

Back to top button
error: Content is protected !!