ચોટીલા પ્રાંત અધિકારીએ થાનગઢ અને મુળીના ચાર નાયબ ઈજનેરોને નોટિસ ફટકારતાં દોડધામ મચી જવા પામી
દરોડામાં ખનિજ ચોરી માટે વપરાતા 100-100 વોટ પાવરના ટ્રાન્સફોર્મર ઝડપાયા

તા.04/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
દરોડામાં ખનિજ ચોરી માટે વપરાતા 100-100 વોટ પાવરના ટ્રાન્સફોર્મર ઝડપાયા, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા નાઓએ ગેરકાદેસર રીતે સરકારી જમીનમાં ૧૦૦-૧૦૦ વોટ પાવરના મોટા ટ્રાન્સફોમર ઉભા કરી તેનો ઉ૫યોગ ગેરકાયદેસર રીતે કાઢવામાં આવતા કોલસાના કુવાઓ ખોદવામાં હૈયાત કોલસાના કુવામાં પાણી કાઢવામાં અને તે ગેરકાયદેસર કોલસાના કુવાઓ ઉ૫ર જે મશીનરીઓ રાખવામાં આવે છે તે ચલાવવા માટે તેનો ઉ૫યોગ કરી ખનિજ માફીયાઓ ગેરકાયદેસર રીતે ખનિજ ચોરી કરી સરકારી મિલકતને નુકશાન કરતા હોવાનું ઘ્યાને આવતા એમ. બી. જાદવ, નાયબ ઇજનેર થાનગઢ (ગ્રામ્ય) પીજીવીસીએલ, એચ.સી. સિકોતરા, નાયબ ઇજનેર થાનગઢ (શહેર) પીજીવીસીએલ, એન. એચ. મંડળી, નાયબ ઇજનેર સરા પીજીવીસીએલ, ડી. કે. જેઠવા, નાયબ ઇજનેર મુળી પી.જી.વી.સી.એલને નોટીશ ફટકારવામાં આવી છે ગત તા.૨૯/૧૧/૨૦૨૫ ના રોજ નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા દ્વારા થાનગઢમાં આવેલ રતન૫ર ટીંબા વિસ્તારમાં આકસ્મિક દરોડા પાડતા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉ૫યોગમાં લેવાતા કુલ ત્રણ ૧૦૦-૧૦૦ વોટ પાવરના મોટા ટ્રાન્સફોમર ઘ્યાને આવેલ જે અગાઉ ૫ર નાયબ કલેકટર ચોટીલા અને તેઓની ટીમ દ્વારા ચોટીલા સબ ડીવીઝનમાં સમાવિષ્ટ થાનગઢ તાલુકાના જામવાળી, થાનગઢ ભડુલા વિસ્તાર, રાવરાણી, ગુગલીયાણા, વિજળીયા, ખાખરાવાળી, ખાખરાથળ, વેલાળા, તેમજ મુળી તાલુકામાં આસુન્દ્રાળી, ઘોળીયા, વગડીયા, ભેટ, ભવાનીગઢ વિગેરે ગામોમાં આકસ્મિક દરોડા પાડતા દસથી વઘુ ૧૦૦-૧૦૦ વોટ પાવરના મોટા ટ્રાન્સફોમર વીજળીના કેબલો ઘ્યાને આવેલ છે તેમજ મુળી તાલુકાના ખંપાળીયા ગામમાં ખાનગી માલીકીની જમીનને બદલે સરકારી સર્વે નંબર ૫૦ અને ૧૬૧ વાળી જમીનમાં ટ્રાન્સફોમર ઘ્યાને આવેલ આ ટ્રાન્સફોમરનો ગેરકાયદેસર રીતે ઉ૫યોગ કરવામાં આવતો હતો આ ૧૦૦-૧૦૦ વોટ પાવરના મોટા ટ્રાન્સફોમરનો ઉ૫યોગ ગેરકાયદેસર રીતે કાઢવામાં આવતા કોલસાના કુવાઓ ખોદવામાં, હૈયાત કોલસાના કુવામાં પાણી કાઢવામાં અને તે ગેરકાયદેસર કોલસાના કુવાઓ ઉ૫ર જે મશીનરીઓ રાખવામાં આવે છે તે ચલાવવા માટે તેનો ઉ૫યોગ કરતા હતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ હોવા છતા નાયબ ઇજનેરો પીજીવીસીએલ દ્વારા કોઇને કોઇ રીતે મેળાપીપણું કરી ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં આવા ૧૦૦-૧૦૦ વોટ પાવરના મોટા ટ્રાન્સફોમર આ૫વામાં આવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવતા અને તેનો ગેરકાયદેસર રીતે ઉ૫યોગ કરી સરકારી મિલકતને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન કરવામાં આવતા તેમજ આ બાબત ઘ્યાને આવતા તા. ૦૩/૧૧/૨૦૨૫ ના રોજ નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણાએ નાયબ ઇજનેર પીજીવીસીએલને આવા ટ્રાન્સફોમર પી.જી.વી.સી.એલ.ની માલીકીના હોય છે જે કોઇ૫ણ હિસાબે અન્ય કોઇ વ્યકિત વા૫રી ન શકે તેમ છતા ટ્રાન્સફોમર ખનિજ માફીયાઓ પાસે કેવી રીતે આવ્યા તે અંગે નોટીશ આપી ખુલાસો પુછવામાં આવ્યો છે જેમાં એમ.બી. જાદવ, નાયબ ઇજનેર થાનગઢ (ગ્રામ્ય) પી.જી.વી.સી.એલ, એચ.સી. સિકોતરા, નાયબ ઇજનેર થાનગઢ (શહેર) પી.જી.વી.સી.એલ, એન.એચ.મંડળી, નાયબ ઇજનેર સરા પી.જી.વી.સી.એલ, ડી.કે. જેઠવા, નાયબ ઇજનેર મુળી પી.જી.વી.સી.એલ.ના ચાર નાયબ ઇજનેરોને નોટિસ ફટકારી આ અંગે આગળની કાર્યવાહી અર્થે જિલ્લા કલેકટર અને સરકારમાં રીપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.
				



