CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર ખનન વાહનો પાર્ક કરનાર અને પરિપત્રનો ભંગ કરનાર ત્રણ પેટ્રોલ પંપ માલિકો સામે કાર્યવાહી હાથ ધરી

તા.18/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા, દ્વારા ચોટીલા સબ ડિવિઝનના તમામ પેટ્રોલ પંપ ધારકોને ગેરકાયદેસર ખનનના કામે વપરાતા વાહનોને પેટ્રોલ પંપમાં પાર્ક ન કરવા માટે કડક સૂચના આપતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો આ પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું હતું કે જો આવી વિગતો સામે આવશે તો જમીનની શરતભંગની કાર્યવાહી સહિતના પગલાં લેવામાં આવશે આ સૂચના છતાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ થાનગઢ તાલુકાના વીજળીયા અને સોનગઢ ગામે પેટ્રોલિંગ કર્યું હતું આ પેટ્રોલિંગ દરમિયાન વીજળીયા ગામે આવેલ શક્તિ પેટ્રોલ પંપ, સોનગઢ ગામે આવેલ રાજલક્ષ્મી પેટ્રોલ પંપ, અને ગેબીનાથ પેટ્રોલ પંપ ખાતે મોટા પ્રમાણમાં જેસીબી, ડમ્પર, લોડર અને ટ્રેકટર જેવા ગેરકાયદેસર ખનનની કામગીરીમાં વપરાતા વાહનો પાર્ક કરેલા ધ્યાને આવ્યા હતા નાયબ કલેક્ટર ચોટીલાના પરિપત્રનો ભંગ કરવા બદલ આ ત્રણેય પેટ્રોલ પંપના માલિકો બાબુભાઈ દાનાભાઈ ઝાલા રહે, વીજળીયા, દિલીપભાઇ ભુપતભાઇ જળુ રહે, સોનગઢ અને સામતભાઇ મેરૂભાઇ રબારી રહે, સોનગઢ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા તમામ પેટ્રોલ પંપના માલિકોને નોટિસ આપવાની NOC રદ કરવા અંગેની અને જમીન શરતભંગ અંગેની નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!