સેદ્દાસણ ગામમાં એન.એસ.એસના વિધાર્થીઓ દ્વારા સફાઈ અભિયાન
29 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત જી.ડી.મોદી કૉલેજ ઓફ આર્ટસ પાલનપુર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એન.એસ.એસ અંતર્ગત ખાસ શિબિર સેદ્દાસણ ગામમાં તારીખ૨૭/૦૧/૨૦૨૫ થી ૦૨/૦૨/૨૦૨૫ સુધી ખાસ વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજરોજ તારીખ: ૨૮/૦૧/૨૦૨૫ ના રોજ પ્રાથમિક શાળામાં સ્કૂલમાં પડેલા કચરાની સાફ-સફાઈનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ વૃક્ષોની ઓળખ કરી વૃક્ષો જીવનમાં શું ઉપયોગી છે તેના ફાયદા શું છે તેની માહિતી આપવામાં આવી ત્યારબાદ ગામનાં મંદિરમાં અને મંદિરની બહાર સાફ સફાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ સ્વયંસેવકોએ ખેડૂતો સાથે ખેત મુલાકાત કરીને તેમની જમીન અને પશુઓ પ્રત્યે વાતચીત કરી હતી.અને પશુપાલન અને તેમાંથી થતી આર્થિક આવક વિશે માહિતી આપી હતી આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડૉ.એસ.જી.ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ પોગ્રામ ઓફિસર ડૉ. વિજય પ્રજાપતિ અને ડૉ. પ્રતિક્ષા પરમારે કર્યું હતું.