MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જમીનના સોદામાં વેપારી સાથે ૧.૧૧ લાખની ઠગાઈ, નકલી ખેડૂત અને બોગસ દસ્તાવેજો બનાવી આચર્યું કૌભાંડ

 

MORBI:મોરબી જમીનના સોદામાં વેપારી સાથે ૧.૧૧ લાખની ઠગાઈ, નકલી ખેડૂત અને બોગસ દસ્તાવેજો બનાવી આચર્યું કૌભાંડ

 

​મોરબી: શનાળા રોડ પર કપડાનો શો-રૂમ ધરાવતા એક જાણીતા વેપારી સાથે જમીનના સોદામાં છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પૂર્વ આયોજિત કાવતરું રચી, નકલી ખેડૂત ઊભો કરી અને બોગસ દસ્તાવેજોના આધારે વેપારીને વિશ્વાસમાં લઈ આ આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે.



​મોરબીના રવાપર રોડ પર રહેતા ૫૦ વર્ષીય વેપારી જીગરભાઈ રજાકભાઈ ડોસાણીએ આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ મોરબીના વજેપર વિસ્તારમાં આવેલી જમીન  સર્વે નંબર ૩૧૮ પૈકી ૧ જમીન વેચવાના બહાને વેપારીનો સંપર્ક કર્યો હતો.આ કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોએ અત્યંત વ્યવસ્થિત રીતે જાળ બિછાવી હતી આરોપીઓએ મળીને આરોપી બળદેવભાઈ માટે જમીનના અસલી માલિકના નામનું ખોટું આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવ્યું હતું. આરોપીએ અસલી જમીન માલિક તરીકેની ખોટી ઓળખ આપી વેપારી સાથે સોદો નક્કી કર્યો હતો. દલાલોની મદદથી આરોપીઓએ વેપારી પાસેથી સોદા પેટે રૂ. ૧,૧૧,૦૦૦/- ની રકમ પડાવી લીધી હતી.

વેપારીને છેતરપિંડીનો અહેસાસ થતા તેમણે તમામ ૬ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. દયારામભાઈ પુંજાભાઈ ડાભી (મોરબી) ​મુકેશભાઈ નારણભાઈ કનજારિયા (મોરબી)​અલ્તાફભાઈ વલીભાઈ કોરડીયા (હળવદ) બળદેવભાઈ જાદવજીભાઈ વરસડા (ધાંગધ્રા)​કાંતિલાલ છગનભાઈ ટાવર (ધાંગધ્રા)​કાળુભાઇ લખમણભાઇ ગોલતર (ધાંગધ્રા)વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની -૩૩૬(૩),૩૪૦(૨),૩૧૮(૪),૩૧૯(૨), ૩(૫) મુજબ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!