BHARUCHGUJARATNETRANG

સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત નેત્રંગ તાલુકા કોર્ટ ખાતે સફાઈ કામગીરી કરવામાં આવી…

 

બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ
તા.૨૬/૦૯/૨૦૨૪

ભારત સરકાર દ્વારા તારીખ ૧૭ મી સપ્ટેમ્બરથી લઈ ૨ ઓક્ટોબર સુધી શરૂ થયેલી સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ દેશભરમાં સ્વચ્છતા અભિયાને જોર પકડ્યું છે, જેના ભાગરૂપે નેત્રંગ તાલુકા કોર્ટ ખાતે પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું હતું. નેત્રંગની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે નામદાર હાઇકોર્ટની સૂચના અન્વયે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના હુકમ અનુસાર મહાત્મા ગાંધીના જન્મ જયંતીને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય.

જેના ભાગરૂપે આજરોજ તારીખ ૨૬મી સપ્ટેમ્બરના રોજ નેત્રંગ તાલુકા કોર્ટ ખાતે ચેરમેન અને પ્રિન્સીપાલ સિવિલ જજ પી.એન.પટેલ ની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સફાઈ અભિયાન દરમિયાન તમામ પક્ષકારોને, સ્ટાફ, વકીલોને કોર્ટ એક મંદિર છે અને કોર્ટમાં ગંદકી કરવી નહી, પાન પડીકી કી ખાઈ ગમે ત્યાં થૂંકવું નહીં, કચરો કોટ સંકુલમાં ફેંકવો નહીં અને કચરો કચરા પેટી માં જ ફેંકવો તેવા સૂચન આપી માહીતગાર કરવામાં આવ્યા હતા,

આ કાર્યક્રમમાં ઝઘડિયા કોર્ટના મેજિસ્ટ્રેટ પી.એન.પટેલ, નેત્રંગ વકીલ મંડળના પ્રમુખ પી.પી.પરમાર, સેક્રેટરી એસ.જી.પાદરીયા તથા વકીલ મિત્રો તથા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત થયા હતા, સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સફાઈ કામગીરીમાં જોતરાયા હતા,

Back to top button
error: Content is protected !!