આવતીકાલે CM સોજીત્રામાં: વિવિધ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહેશે
આવતીકાલે CM સોજીત્રામાં: વિવિધ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહેશે
તાહિર મેમણ – 29/11/2024 – આણંદ – ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે આણંદ જિલ્લામાં સોજીત્રા તાલુકા મથક ખાતે યોજાનાર લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહેશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે કલેક્ટરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, આણંદ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરએ સોજીત્રા ખાતે મુખ્યમંત્રીના હસ્તે થનાર લોકાર્પણ અને ખાતમુહૂર્ત અંગે સમીક્ષા કરી મુખ્યમંત્રીના હસ્તે લાભાર્થીઓને આપવામાં આવનાર લાભો અને કાર્યક્રમ સંબંધે સોંપવામાં આવેલ ફરજો અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, પેટલાદના મદદનીશ કલેક્ટર હિરેન બારોટ, નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.