DAHODGUJARAT

દાહોદ ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત CME યોજાઈ

તા.૦૮.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ 

Dahod:દાહોદ ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત CME યોજાઈ

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, દાહોદ ખાતે તમામ વિભાગોના HOD તથા રેસિડેન્ટ ડોક્ટરો માટે સતત મેડિકલ એજ્યુકેશન (CME) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ઝાયડસ મેડિકલ કોલેજના કોન્ફરન્સ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં માન. જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર.ડી. પહાડિયા તથા WHO કન્સલ્ટન્ટ ડૉ. જયદીપ ઓઝા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. ડૉ જયદીપ ઓઝા દ્વારા ટીબી પ્રોગ્રામના નવા અપડેટ્સ, નવી સારવાર માર્ગદર્શિકા, Cy-TB ટેસ્ટ દ્વારા ટીબી ઇન્ફેક્શનનું નિદાન તથા ડ્રગ રેઝિસ્ટન્ટ (DR) ટીબી માટે ઉપલબ્ધ વિવિધ પરીક્ષણો અંગે માહિતી આપવામાં આવી.CMEમાં હાઈ રિસ્ક ટીબી દર્દીઓની સારવાર અને ફોલોઅપ, DR-TB રેજીમેન, OPDમાં આવતા વલ્નરેબલ પોપ્યુલેશનના દર્દીઓ માટે X-ray અને NAAT ટેસ્ટ ફરજિયાત કરાવવાનું તથા એક્સ્ટ્રા પલ્મોનરી ટીબીના તમામ સેમ્પલ માટે CBNAAT તપાસ કરવામાં આવે તો એમાં થી પણ ડી આર ટીબી ના દર્દીઓ મળતા હોય છે આ કાર્યક્રમમાં ડૉ. નેહલ ડામોર પ્લ્મોનોલોજીસ્ટ દ્વારા નવી BPaL-M રેજીમેન, તેની સારવાર પદ્ધતિ, ફોલોઅપ તેમજ ટીબીની સારવાર દરમિયાન થતી આડઅસરો અને તેના નિરાકરણ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.અંતમાં માન. જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર.ડી. પહાડિયાએ મેડિકલ કોલેજના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. શૈલેષ રાઠોડ, તમામ વિભાગોના HOD તથા રેસિડેન્ટ ડોક્ટરોનો આભાર વ્યક્ત કરી ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા સૌને સહકાર આપવા અપીલ કરી

Back to top button
error: Content is protected !!