નાયરા એનર્જી લી.નો બ્રાસ સીટીને સહયોગ
ઓટોમેટીક કટીંગ ફેક્ટરી ઓ.એ.સેન્ટરમાં મુકાયુ
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસીએશન તથા નાયરા એનર્જી દવારા સંચાલિત ટ્રેઈનિંગ સેન્ટરમાં વી.એમ.સી. મશીનનું નાયરા એનર્જીના ચેરમેનશ્રીના વરદ હસ્તે ઉદઘાટન કરાયું. એસોસીએશનની વિકાસયાત્રાની યશકલગીમાં એક વધુ પીછું ઉમેરાયું. જામનગરના બ્રાસઉદ્યોગકારોની કુશળ માનવબળની જરૂરીયાત સંતોષવા માટે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસીએશન તથા નાયરા એનર્જીના સહયોગથી એસોસીએશનની જગ્યામાં સીએનસી/વિએમસી/ઓટોકેડ ટ્રેઈનિંગ સેન્ટર શરૂ કરી અત્યાધુનિક સીએનસી મશીનો સ્થાપિત કરવામાં આવેલ હતા.
હાલમાં બ્રાસઉદ્યોગમાં વીએમસી મશીન ઓપરેટરોની સતત ખેંચ વતાઈ રહી છે ત્યારે ટ્રેઈનિંગ સેન્ટર ખાતે અત્યંત વ્યાજબી દરથી વી.એમ.સી. મશીન ઓપરેટીંગની ટ્રેઈનિંગ આપી શકાય તે હેતુંથી નાયરા એનર્જી દ્વારા અત્યાધુનીક વી.એમ.સી. મશીનનું યોગદાન આપવામાં આવેલ હતું જેનું ઉદઘાટન ગત તા.:-૨૧/૦૧/૨૦૨૫ ને મંગળવારના રોજ નાયરા એનર્જીના ચેરમેનશ્રી પ્રસાદ કે. પેનીકર સાહેબના વરદ હસ્તે યોજવામાં આવેલ હતું. આ પ્રસંગે નાયરા એનર્જીના પબ્લીક અફેર્સ પ્રેસીડેન્ટ શ્રી દિપક કુમાર અરોરા, જનરલ મેનેજરશ્રી સમીર શાહ, રીફાઈનરી હેડ શ્રી અમર કુમાર, તથા સી.એસ.આર. મેનેજર શ્રી અર્જુન કૌરવા તથા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખશ્રી લાખાભાઈ એમ. કેશવાલા, ઉપપ્રમુખશ્રી સુરેશભાઈ હિરપરા, માનદમંત્રીશ્રી મનસુખભાઈ સાવલા, ખજાનચીશ્રી ભાઈલાલભાઈ ગોધાણી, ઓડીટરશ્રી ઓમપ્રકાશભાઈ દુદાણી, એડીટરશ્રી પરેશભાઈ માલાણી તથા અન્ય આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના હોદેદારશ્રીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ તથા મીમેન્ટથી સ્વાગત કરવામાં આવેલ. પ્રમુખશ્રી લાખાભાઈ કેશવાલાએ તેમના સ્વાગત પ્રવચનમાં નાયરા એનર્જી તરફથી ટ્રેઈનિંગ સેન્ટર માટે જે આર્થિક સહયોગ તથા યોગદાન મળ્યું છે તે બદલ આભારની લાગણી વ્યકત કરી ભવિષ્યમાં પણ સહયોગ મળી રહેશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત નાયરા એનર્જીના ચેરમેનશ્રી પ્રસાદ કે. પેનીકર સાહેબે તેમના વકતવ્યમાં એસસીએશનની કામગીરીથી પ્રભાવિત થઈ આ સેન્ટરના સુચારૂ સંચાલન માટે જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતાં તથા ટ્રેઇનિંગ સેન્ટરના વિકાસ માટે તમામ સહયોગની ખાતરી આપી અને એસોસીએશન દ્વારા આગામી ૧૩ થી ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમ્યાન જામનગરના આંગણે સૌ પ્રથમ વખત જે ઈન્ટરનેશનલ એકસ્પોનું આયોજન થવા જઈ રહયું છે તેની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ટ્રેઈનિંગ સેન્ટરના તાલીમાર્થીઓ દ્વારા ટ્રેઈનિંગ સેન્ટરમાં ફીના દર અત્યંત વ્યાજબી હોવા છતાં પણ જે શ્રેષ્ઠ તાલીમ મળી છે અને તેના કારણે જે રોજગાર મળ્યો છે તે બદલ આભારની લાગણી વ્યકત કરી હતી અને ટ્રેઇનિંગ દરમ્યાનના પોતાના અનુભવોની માહિતી આપી હતી.
ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ટ્રેઈનિંગ સેન્ટરના તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા.
નાયરા એનર્જીના પદાધિકારીઓ દ્વારા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસીએશનની મુલાકાત લઈ એસોસીએશન દ્વારા સંચાલિત કોમન મેટલ ટેસ્ટીંગ લેબોરેટરી મેટાલેબની મુલાકાત લઈ ટેસ્ટીંગ મશીનો વિશે જાણકારી મેળવવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયરા એનર્જીના સી.એસ. આર. મેનેજરશ્રી અર્જુન કારવા સાહેબ દ્વારા કરવામાં આવેલ હતું જયારે આભાર વિધી સંસ્થાના ઉપપ્રમુખશ્રી સુરેશભાઈ હિરપરા દવારા કરવામાં આવી હતી. તેમમ નસુખ સાવલા માનદમંત્રી જણાવે છે
_____________________
—-regards
bharat g.bhogayata
Journalist ( gov.accre.)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com