GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરી ૭૫ માં સંવિઘાન દિવસની ઉજવણી કરી

 

તારીખ ૨૬/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે.ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. ૨૬ જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઊજવામાં આવે છે. મૂળ અપનાવાયેલા બંધારણમાં ૨૨ ભાગો, ૩૯૫ અનુચ્છેદ અને ૮ અનુસૂચિઓ હતી જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતોવખત ફેરફાર કરવામાં આવેલ છે.ભારતનું બંધારણ સૌથી લાંબુ લેખિત બંધારણ છે.ભારતના બંધારણમાં સેક્યુલર (ધર્મનિરપેક્ષ) અને સોશ્યાલિસ્ટ (સમાજવાદ) શબ્દોનો ઉમેરો ૧૯૭૬ની ભારતીય કટોકટી દરમિયાન ૪૨મા સુધારા વખતે કરવામાં આવ્યો હતો. ભારતનું બંધારણ કલમ ૩૭૦ મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતું ન હતું, જેમાં ૨૦૨૦માં સુધારો કરાતા તે હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે.જેમાં આજરોજ તા.૨૬.૧૧.૨૦૨૪ ના રોજ કાલોલ તિરંગા સર્કલ સામે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતીમાં પર કાલોલ ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો સહિત સમાજના અગ્રણી આગેવાનો સાથે મહિલાઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુસ્પમાળા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજીને ૭૫ મા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!