GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જીલ્લા ટ્રાફિક પોલીસના મહિલા HC અને TRB જવાનની પ્રસંશનીય કામગીરી.

કુંતુનાથ દેરાસર ચોક ખાતે ટ્રાફિક નિયમનની ફરજ પર હતા તે દરમ્યાન કિ.રૂ. 1,50,000 નુ રોકડ રકમ ભરેલુ પર્સ મુળ માલીકને પરત કર્યું.

તા.13/11/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કુંતુનાથ દેરાસર ચોક ખાતે ટ્રાફિક નિયમનની ફરજ પર હતા તે દરમ્યાન કિ.રૂ. 1,50,000 નુ રોકડ રકમ ભરેલુ પર્સ મુળ માલીકને પરત કર્યું.

સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઇ એલ બી બગડાની સુચનાથી તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કોઇ જાહેર જનતાની કોઈ કિંમતી ચીજ વસ્તુ જેવી કે સોના ચાંદીના દાગીના રોકડ રૂપિયા કોઇ પોલીસ કર્મચારી કે ટ્રાફિક બ્રિગેડ જવાનોને મળે તો વેરીફાઈ કરી પરત કરવા સુચના થયેલ જેથી તા.૧૩/૧૧/૨૦૨૪ નારોજ જતીનભાઇ છગનલાલ લકુમ રહે ઘર હો તો એસા સોસાયટી, સુરેન્દ્રનગર વાળાનુ કિ.રૂ.૧,૫૦,૦૦૦ નુ રોકડા રૂપિયા ભરેલુ પર્સ કુંતુનાથ દેરાસર ચોક ખાતે પડી ગયેલ જે પર્સ ટ્રાફિક પોલીસ સ્ટેશનના વુ.હેડ કોન્સ કંકુબેન રઘુભાઇ તથા TRB મેહુલકુમાર ખોડીદાસભાઇ ને કુંતુનાથ દેરાસર ચોક ખાતે પોતાની ટ્રાફિક નિયમનની ફરજ પર હતા તે દરમ્યાન સદરહુ કિ.રૂ.૧,૫૦,૦૦૦ નુ રોકડ રકમ ભરેલુ પર્સ તેઓના પોઇન્ટ પર મળી આવતા પર્સ કોનુ છે? તે વેરીફાઇ કરી મુળ માલીક જતીનભાઇને પરત કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

Back to top button
error: Content is protected !!