GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ટ્રેક્ટર ભાડે લેવાનું કઈ માસિક ₹25,000 નું ભાડું નક્કી કરી ભાડું અને ટ્રેક્ટર નહીં આપી છેતરપિંડી કરનાર ત્રણ ઈસમો સામે ફરિયાદ.

 

તારીખ ૦૭/૧૦/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના ચલાલી ગામે રહેતા હિતેશભાઈ પ્રતાપભાઈ ચૌહાણ દ્વારા વેજલપુર પોલીસ મથકે ત્રણ હિસ્સોમાં સામે ફરિયાદ આપી જણાવેલ છે કે તેઓના બનેવીએ લોન ઉપર ટ્રેક્ટર ખરીદ કરેલું અને તેઓને ખેતી કામ માટે આપ્યું હતું તેઓના ગામના ભાણા તરીકે ઓળખાતા વિપુલભાઈ નટુભાઈ પરમાર રે પરુણા ગામમાંથી કેટલાક ટ્રેક્ટર ખેતી માટે અન્ય જગ્યાએ ભાડેથી લઈ જાય છે જેનો માસિક ભાડું રૂપિયા 25,000 આપે છે તેવી વાત તેઓને મળેલ જેથી 10 ઓગસ્ટના રોજ વિપુલભાઈ તેઓના ઘરે આવ્યા હતા અને ખેતી કામ માટે ટ્રેક્ટર ભાડે આપવા માટે વાતચીત કરી માસિક રૂપિયા 25,000 ભાડું આપવાનું કહ્યું હતું જે બાદ 16 ઓગસ્ટના રોજ વિપુલભાઈ તથા તેઓના ભાઈ નરેન્દ્ર ભાઈ અને પરુણા ગામના વિનોદભાઈ દલપતસિંહ પરમાર ત્રણે તેઓના ઘરે આવી અમારા બધાના ટ્રેક્ટરો ભાડે ફરે છે 25000 રૂપિયા ભાડું આપવાનું નક્કી કરી ભાડુ સમયસર મળશે તેવો વિશ્વાસ આપ્યો હતો ફરિયાદીએ ભાડા કરારનુ પૂછતા ટ્રેક્ટર ભાડે આપી દો પૈસા ચાલુ થઈ જાય પછી કરાર કરી આપીશુ તેમ જણાવ્યું હતું જેથી ટ્રેક્ટર તેઓને ભાડે આપ્યું હતું ત્યારબાદ ફરિયાદીએ ભાડા કરારની વાત કરતા વિપુલભાઈ ખોટા બહાના કાઢતા હતા. ફરિયાદી નરેન્દ્રભાઈ અને વિનોદભાઈને રૂબરૂ મળતા તેઓ પણ ખોટો વિશ્વાસ આપતા હતા અને અમે લોકો છીએને ભાડું તમને મળી જશે તેવું કહેતા હતા. ત્યારબાદ ફરિયાદી હિતેશભાઈ ને જાણવા મળ્યું હતું કે આ લોકો અન્ય લોકોના પણ ટ્રેક્ટર વિશ્વાસ આપીને ભાડેથી લઈ ગયા છે અને ભાડું આપેલ નથી તેમ જ ટ્રેક્ટર પણ પરત કરતા નથી જેથી તેઓને જાણવા મળેલ કે ચલાલી ગામના ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ ચૌહાણ તથા પ્રવિણસિંહ શંકરસિંહ ચૌહાણ ઉપરાંત રીંછિયા ગામના અર્જુનસિંહ છત્રસિંહ પટેલ,સુરેલી ગામના રમેશભાઈ સનાભાઇ પટેલ , ખેડા વ્યાસડાના વિપિનસીહ પરવતસિંહ રાઠોડ અને પરુણા ગામના વિનોદભાઈ નાનાભાઈ પરમાર, રીછીયા ગામના રાજુભાઈ ભગાભાઈ મેઘવાળ આ તમામ ઈસમોએ પોતાના ટ્રેક્ટર ભાડેથી આપ્યા છે પરંતુ તેઓને ભાડું પણ મળ્યું નથી અને ટ્રેક્ટર પણ પરત મળ્યા નથી. આમ ઉપરોક્ત ત્રણેય ઈસમો લોભામણી લાલચ આપી, માસિક ભાડું નક્કી કરી ટ્રેક્ટર ટ્રોલી સહિત ખેતી કામ માટે ભાડેથી વાપરવા માટે નું જણાવી વિશ્વાસ આપી ઘણા બધા લોકો પાસેથી ટ્રેક્ટર મેળવી ભાડું અને ટ્રેક્ટર નહી આપી છેતરપિંડી કરતા હોય વેજલપુર પોલીસ મથકે તેઓની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!