BANASKANTHAPALANPUR

બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ :નિરમા યુનિવર્સિટીની “સી 32” કાર “ફોર્મ્યુલા ભારત” કોમ્પિટિશનમાં પાલનપુરના બે યુવાનો ભાગ લેશે

25 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

જેમાં દેશની વિવિધ કોલેજની 80 ટીમો વચ્ચે જંગ જામશે તમિલનાડુમાં આવેલા કોઈમ્બતુર ખાતે આગામી 19 થી 25 જાન્યુઆરી સુધી ફોર્મ્યુલા ભારત કોમ્પીટીશન યોજાશે .આ ફોર્મ્યુલા હાઈ સ્પીડ કાર કોમ્પિટિશનમાં દેશભરની વિવિધ કોલેજોમાંથી 80 જેટલી ટીમો જોડાશે,જેમાં ગુજરાતની નિરમા યુનિવર્સિટીની સ્ટેલિયન્સ ટીમ પણ આ કોમ્પિટિશનમાં જોડાશે. પાલનપુર તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મોદી જીજ્ઞેશકુમારનો પુત્ર નિસર્ગ મોદી અને નિગમ ચૌહાણ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લેવા જશે. તેઓએ જણાવ્યું હતું કે તેમાં યુનિવર્સિટીના 32 સ્ટુડન્ટ્સની સ્ટેલિયન્સ ટીમ દ્વારા ‘સી 32’ કાર છ મહિનાની મહેનત તથા 13 લાખના ખર્ચથી તૈયાર કરેલ છે. આ કાર માટેની જરૂરી મશીનરી અને સાધનો સાથે ફંડ નિરમા યુનિવર્સિટી દ્વારા પૂરું પાડવામાં આવેલ છે.સી 32 કારની વિશેષતા.એ છે કે  કેટીએમ ડ્યુક 390 સીસીનું એન્જિનકારમાં ડબલ વીસ બોન સસ્પેન્શન, ફર્સ્ટ જનરેશન વ્હીલ હબ, એકરમેન ,સ્ટીયરીંગ સિસ્ટમ 105 કલાક કારની ટોપ સ્પીડ70 કિ.મી કલાકની ઝડપે તીવ્ર વળાંક લેવા સક્ષમ ખાસ સસ્પેન્શન સિસ્ટમ રહેલ છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!