GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેરમાં રોજબરોજ સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાઓને દૂર કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા મામલતદારને આપ્યું આવેદનપત્ર.

 

તારીખ ૦૯/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક જામની સમસ્યાઓને લઈને સ્થાનિક લોકોના હિત સાથે સીધો સંબંધ ધરાવતો મુદ્દાઓ હોય અને ટ્રાફિક જામથી રોજેરોજ નોકરી જતા નોકરીયાત વર્ગ અને સામાન્ય જનતાને ખુબ જ હાડમારી ભોગવવી પડે છે. જેથી ટ્રાફીક ની સમસ્યાનું તાત્કાલીક નિરાકરણ કરવા કાલોલ શહેર સહિત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરીના પ્રાંગણમાં ભારે સુત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ મામલતદાર ચેમ્બરમાં મામલતદાર વિકાસભાઈ પટેલને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ટ્રાફિકની સમસ્યાને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી

આવેદનપત્રમાં જણાવ્યું કે હાલોલ થી શામળાજી હાઇવે કાલોલ શહેરમાંથી પસાર થાય છે તેનું કાલોલમાં ટ્રાફીક નું ભારણ વધારે થતુ હોવાથી કાલોલ શહેરમાંથી પસાર થતા હાઇવે ઉપર રોજે રોજ આખો દિવસ ટ્રાફીક જામ થાય છે. જેથી કાલોલ હાઈવે પરથી પસાર કરતા અડધા કલાકથી બે થી ત્રણ કલાકનો સમય લાગે છે. જેથી ત્યાંથી પસાર થતા વાહનો તથા લોકોને પારાવાર હાડમારી વેઠવી પડે છે. આ ટ્રાફીકમાં ઘણી વખત એમ્બ્યુલેન્સ તેમજ સ્કૂલ બસો પણ અટવાઈ જાય છે. અને ટ્રાફીક જામથી રોજ રોજ નોકરી જતા લોકો તથા સામાન્ય જનતાને ખુબ જ હાડમારી ભોગવવી પડે છે. જેથી કાલોલ શહેરમાં ટ્રાફીક ની સમસ્યાનું તાત્કાલીક નિરાકરણ કરવા કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ આ આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે કાલોલ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ખેર, શહેર કોંગ્રેસ પ્રમુખ પીયૂષભાઇ પરમાર સાથે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!