BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પેગંબર સાહેબ ની શાન માં લાગણીઓ દુભાઈ તેવી ટીપણી ને લઈ બોડેલી તાલુકા ના તમામ મુસ્લિમો દ્વારા નાયબ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
મુસ્લિમ ધર્મ સમાજ ની ધાર્મિક લાગણી ને ઠેસ પહોંચે અને બે સમાજ વચ્ચે વેર ઝેર નો માહોલ ઉભો કરી કૌમી રમખાણ ફાટી નીકળે તેવી ટિપ્પણી કરી દેશ અને રાજ્ય માં ભાઈ ચારા ની ભાવનાથી રહેતા તમામ હિંદુ મુસ્લિમ તેમજ તમામ ધર્મ ના સમાજ માં ભાગલા પાડવાના બદ ઈરાદે અને દેશ ની સંવાદીત્તાને નષ્ટ કરવાનું પ્રયત્ન કરનાર આરોપી. રામગીરી ગુરુ નારાયણ ગીરી મહારાજ વિરુદ્ધ બોડેલીના મુસ્લિમ આગેવાનો તથા મુસ્લિમ સમાજ દ્વારા રામ ગીરી ગુરુ નારાયણ ગીરી સામે ગુનો દાખલ કરી કડક માં કડક કાર્યવાહી કરવાની માંગ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સખત માં સખત સજા કરવા માં આવે તેવી માંગ કરી.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર