BANASKANTHAGUJARATPALANPUR
એન.પી.પટેલ આટૅર્સ એન્ડ એસ. એ. પટેલ કોમર્સ કોલેજમાં ‘જન્માષ્ટમી’ નિમિત્તે ‘દહીહાંડી’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી


24 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આટ᳭ર્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજ, પાલનપુર. ના સંયુક્ત ઉપક્રમે તારીખ 24 ઓગસ્ટ 2024 ના રોજ વિદ્યાર્થીઓ દ્વારા ‘જન્માષ્ટમી’ નિમિત્તે દહીહાંડીનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ની શરૂઆત બાળગોપાલ ની આરતી થી કરવામાં આવી અને ત્યારબાદ ઉત્સાહભેર વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડવામાં આવી. તેમજ વિદ્યાર્થીઓ માટે પ્રસાદી ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ નુ આયોજન અને સંચાલન કૉલેજના આચાર્યા ડૉ.મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક ધારા ના કન્વીનર ડૉ.મુકેશભાઈ અગ્રવાલ, ડૉ.કિરણબેન રાવલ તેમજ કૉલેજ ના વિદ્યાર્થીઓ એ સફળતાપૂર્વક કર્યું હતુ.





