
તા. ૨૦.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ઘટક – 1 જેકોટ સેજાના આંગણવાડી કેન્દ્ર રોઝમ-2 ની જિલ્લા પ્રોગ્રામ ઓફિસરએ મુલાકાત લીધી
દાહોદ ઘટક – 1 જેકોટ સેજા ના આંગણવાડી કેન્દ્ર રોઝમ-2 ની જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ(PO) દ્વારા આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન જિલ્લા પ્રોગ્રામ ઓફિસરએ
બાળકોની હાજરી, પોષણ-આહારની ગુણવત્તા, શિક્ષણ-પ્રવૃત્તિઓ તથા સુવિધાઓની વિગતવાર માહિતી મેળવી હતી.એમણે બાળકો સાથે સંવાદ કરતાં તેમની શૈક્ષણિક કૌશલ્યની ચકાસણી કરી તેમજ આંગણવાડી કાર્યકર્તા બહેનોને વધુ અસરકારક રીતે કામગીરી કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.પોષણ, આરોગ્ય ચકાસણી, FRS (facial recognition system)નો ઉપયોગ તથા માતા-બાળ સંભાળ વિષે સૂચનાઓ આપી હતી. આંગણવાડી કાર્યકર્તાઓને સમયસર તમામ રિપોર્ટિંગ પૂર્ણ કરવા તથા સમાજમાં જાગૃતિ લાવવા જણાવ્યું હતું





