DAHODDHANPURGUJARAT

દાહોદ જિલ્લા કલેક્ટર સુરભિ ગૌતમ દ્વારા સીમામોઈ આયુષ્માન આરોગ્ય મંદિરની લેવાઈ આકસ્મિક મુલાકાત

તા.૨૭.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:દાહોદ જિલ્લા કલેક્ટર સુરભિ ગૌતમ દ્વારા સીમામોઈ આયુષ્માન આરોગ્ય મંદિરની લેવાઈ આકસ્મિક મુલાકાત

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ સીમામોઈ આયુષ્માન આરોગ્ય મંદિરની જિલ્લા કલેક્ટર સુરભિ ગૌતમ દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાતનો મુખ્ય હેતુ આરોગ્ય સંસ્થામાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની ગુણવત્તા, દર્દીઓને મળતી સુવિધાઓ તથા હોસ્પિટલની કામગીરીની સ્થળ પર સમીક્ષા કરવાનો હતો.મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરએ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ અને હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓ અંગે પ્રતિસાદ મેળવ્યો હતો. તેમણે ઓપીડી, દવાઓની ઉપલબ્ધતા, માતા-બાળ આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, રસીકરણ સહિતની વિવિધ આરોગ્ય સેવાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી.જિલ્લા કલેક્ટરએ ફરજ પર હાજર તબીબો, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO), નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય આરોગ્ય કર્મચારીઓ સાથે ચર્ચા કરી આરોગ્ય સેવાઓ વધુ અસરકારક, ગુણવત્તાયુક્ત અને જનકેન્દ્રિત બને તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.ઉપરાંત, દર્દીઓને સમયસર અને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ થાય, હોસ્પિટલમાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ આરોગ્ય સેવાઓમાં સતત ગુણવત્તાસભર સુધારો થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ મુલાકાત દરમિયાન તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. બી.પી. રમણ, તબીબો તેમજ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

Back to top button
error: Content is protected !!