DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ રેલ્વે સ્ટેશન દેશભક્તિના રંગે રંગાયું: GRP અને RPF દ્વારા ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ 

તા.૧૪.૦૮.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રેલ્વે સ્ટેશન દેશભક્તિના રંગે રંગાયું: GRP અને RPF દ્વારા ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ

દાહોદ રેલ્વે સ્ટેશન પરિસરમાં દેશભક્તિનો એક અનોખો માહોલ જોવા મળ્યો. અહીં GRP એટલે કે ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ અને RPF એટલે કે રેલ્વે પ્રોટેક્શન ફોર્સના જવાનો દ્વારા સંયુક્ત રીતે ઉત્સાહભેર ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.હાથમાં ગૌરવવંતો રાષ્ટ્રધ્વજ લઈને નીકળેલા સુરક્ષાકર્મીઓ અને રેલ્વે સ્ટાફના “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના ગગનભેદી નારાઓથી આસપાસનો સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય રેલ્વે મુસાફરો અને સ્થાનિક નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત કરવાનો અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર વધારવાનો હતો. લોકો તાળીઓ પાડીને જવાનોને પ્રોત્સાહિત કરતા હોય તેવા દ્રશ્યો]આ ભવ્ય કાર્યક્રમમાં GRP અને RPF ના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. સ્ટેશન પર હાજર મુસાફરો અને સ્થાનિક લોકોએ પણ જવાનોના આ ઉત્સાહને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. આ આયોજનને કારણે સમગ્ર દાહોદ રેલ્વે સ્ટેશન વિસ્તાર સંપૂર્ણપણે દેશભક્તિના રંગમાં ડૂબી ગયો હતો.

Back to top button
error: Content is protected !!