DAHODGUJARAT

દાહોદ રીક્ષા એસોસિઅન દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરી ૭૫ માં સંવિઘાન દિવસની ઉજવણી કરી

તા.૨૬.૧૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રીક્ષા એસોસિઅન દ્વારા બાબા સાહેબ આંબેડકર ચોક પર સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરી ૭૫ માં સંવિઘાન દિવસની ઉજવણી કરી

ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે.ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. ૨૬ જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઊજવામાં આવે છે. મૂળ અપનાવાયેલા બંધારણમાં ૨૨ ભાગો, ૩૯૫ અનુચ્છેદ અને ૮ અનુસૂચિઓ હતી જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતોવખત ફેરફાર કરવામાં આવેલ છે.ભારતનું બંધારણ સૌથી લાંબુ લેખિત બંધારણ છે.ભારતના બંધારણમાં સેક્યુલર (ધર્મનિરપેક્ષ) અને સોશ્યાલિસ્ટ (સમાજવાદ) શબ્દોનો ઉમેરો ૧૯૭૬ની ભારતીય કટોકટી દરમિયાન ૪૨મા સુધારા વખતે કરવામાં આવ્યો હતો. ભારતનું બંધારણ કલમ ૩૭૦ મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતું ન હતું, જેમાં ૨૦૨૦માં સુધારો કરાતા તે હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે.જેમાં આજરોજ તા. ૨૬.૧૧.૨૦૨૪ ના રોજ ડૉ બાબા સાહેબ આંબેડકર ચોક દાહોદ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતીમાં પર રીક્ષા એસોસિઅન દાહોદ દ્વારા પુસ્પમાળા અર્પણ કરી ૭૫ માં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી

Back to top button
error: Content is protected !!