DAHOD

દાહોદ જિલ્લાના વિવિધ ઘટકોમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી

તા.૨૩.૦૪.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લાના વિવિધ ઘટકોમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી

વજન ઊંચાઇ સહિતની આરોગ્ય તપાસ કરવામાં આવી જિલ્લામાં પ્રોટીનયુક્ત આહાર, ટેક હોમ રાશન (THR), માતૃશક્તિ બાલશકિતના ફાયદા વિષયક જનજાગૃત્તિ પ્રસરાવવામાં આવી દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા વિવિધ ઘટકોમાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.પૂર્ણા કન્સલ્ટન્ટ દ્વારા કિશોરીઓને પૌષ્ટિક આહારનાં મહત્વ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. કિશોરીઓને માસિક ધર્મ વ્યવસ્થાપન અંગે અને HB વિશે વિગતો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને વજન, ઊંચાઇ સહિતની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી જેમાં ગર્ભાવસ્થાથી બાળકના બીજા જન્મદિવસ સુધીના પ્રથમ ૧,૦૦૦ દિવસના સમયગાળામાં યોગ્ય પોષણના મહત્વ પર ભાર મૂકવો, સમુદાય આધારિત કાર્યક્રમ દ્વારા અતિ ગંભીર કુપોષણમાં સુધારણા માટે નક્કર કાર્યવાહી કરવી, બાળકોમાં સ્થૂળતાને અટકાવવા તંદુરસ્ત જીવનશૈલી અને ખોરાકની આદતો વિશે જનજાગૃતિ પ્રસાર-પ્રચાર જેવા વિષયો પર કામગીરી કરવામાં આવી રહી છે

Back to top button
error: Content is protected !!