DAHOD

લીમડી ખાતે 14 જુન વિશ્વ રક્તદાતા દિવસ ની ઉજવણી નિમિત્તે યોજાયેલ રક્તદાન શિબીર

તા. ૧૬. ૦૬. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:લીમડી ,જૈન શ્વેતાંબર સોશિયલ યુવા ગ્રુપ દ્રારા ૧૪ જુન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી

૧૪ જુન સ્વૈચ્છિક રક્તદાતાઓના સન્માનમાં યુનેસ્કો દ્વારા આ દિવસને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળે રક્તદાન શિબિરો ગોઠવવામાં આવે જે અંતર્ગત ૧૬ /૦૬ /૨૦૨૪ રવિવારના રોજ પ્રકૃતિ મિત્ર મંડળ લીમડી ,જૈન શ્વેતાંબર સોશિયલ યુવા ગ્રુપ ,ગાયત્રી પરિવાર લીમડી ના સંયુક્ત ઉપક્રમે બી પી અગ્રવાલ હાઇસ્કુલ લીમડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાઇઝ ચેરમેન દિનેશભાઈ શાહ, ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા, બ્લડ બેન્ક કેમ્પ ઓર્ગેનાઇઝર એન કે પરમાર, રેડક્રોસ ની ડોક્ટર સહિતની ટીમ, સ્વૈચ્છિક સભ્ય રજનીકાંત મોઢિયા ઉપસ્થિત રહ્યા હતા જેમાં યુવાનો દ્વારા રક્તદાન કરવાનો ઉત્સાહ દર્શાવવામાં આવ્યો હતો .મોટી સંખ્યામાં મહિલાઓ સહિત કુલ ૫૪ રક્તદાતા દ્વારા રક્તદાન કરી “રક્તદાન મહાદાન “ઉક્તિને સાર્થક કરી હતી આ કેમ્પ ને સફળ બનાવવા ગાયત્રી પરિવારના રાજુભાઈ સેવક તેમજ પ્રકૃતિ મિત્ર મંડળના અલ્પેશભાઈ વેરાગી તેમજ જૈન સોશિયલ ગ્રુપના જીતુભાઈ ઝામર તેમજ અન્ય આગેવાનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી આ ઉપરાંત ૧૫/૦૬/૨૦૨૪ ને શનિવારના રોજ પુસરી પ્રાથમિક શાળા માં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક શિક્ષક એવોર્ડ વિજેતા સુરેશભાઈ માળી દ્વારા રક્તદાન કરી તેમના સાથી શિક્ષક મિત્રો આ ઉપરાંત ગ્રામજનો રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા જેમાં ૧૧

રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું ગ્રામીણ વિસ્તારમાં રક્તદાન ની જાગૃતિ માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા તમામ રક્તદાતાઓનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો તેમજ સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને સન્માનિત કર્યા હતા

Back to top button
error: Content is protected !!