DAHOD

દાહોદ જિલ્લામાંથી બે સ્થળોએથી પોલીસે ૩.૯ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ફોર વીલર ગાડી સાથે બે ઈસમની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે

તા.૧૦.૦૩.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Dahod:દાહોદ જિલ્લામાંથી બે સ્થળોએથી પોલીસે ૩.૯ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ફોર વીલર ગાડી સાથે બે ઈસમની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

પ્રોહિબિશન નો પ્રથમ બનાવ ગરબાડા તાલુકાના ચંદલા ગામે બનવા પામ્યો હતો જેમાં ગતરોજ ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ ગરબાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે ચંદલા ગામે પાસિયા રોડ ઉપર આઇસર ગાડી માંથી વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થનાર હોવાની બાકી મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી આઇસર ગાડીને રોકી હતી ટેમ્પામાંથી ત્રણ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો બુટલેગરો મધ્યપ્રદેશ થી ગુજરાતમાં આવી દેશી દારૂ ઘુસાડવાના નવા નવા કીમિયાઓ અજમાવતા હોય છે ત્યારે eicher ગાડીમાંથી ઈંટો ભરી તેની નીચે 100 પેટી દારૂની છુપાવી લાવતા બુટલેગરને ગરબા પોલીસે વિદેશી દારૂ ના જથ્થા સાથે વડવા ગામના નંદેશ રાજુભાઈ કટારા અને ઝડપી પાડ્યો હતો. પોલીસે ત્રણ લાખથી વધુનો જથ્થો અને આઇસર ટેમ્પો જપ્ત કરી ગરબાડા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

પ્રોહિબિશનનો બીજો બનાવ ધાનપુર તાલુકાના ઝાબુ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત રોજ ધાનપુર પોલીસને મળેલ આધારે ઝાબુ ગામે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતા હતા તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ફોરવીલર ગાડી ત્યાંથી પસાર થતા પોલીસે ફોરવીલર ગાડીને ઉભી રખાવી હતી અને ગાડીમાં સવાર સરદારભાઈ પ્રતાપભાઈ મખોડ અને મનુભાઈ પ્રતાપભાઈ મખોડ બંને (રહે. ડુમકા, ટેકરા ફળિયા, તા. ધાનપુર જી. દાહોદ) નાની પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી તેઓએ ગાડી ની તલાસી લીધી હતી જેમાંથી પોલીસને વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલો નંગ ૮૬૪ જેની કિંમત રૂપિયા ૧,૦૯,૬૮૦/- ના પ્રોહી જથ્થા સાથે ગાડી ની કિંમત મળી કુલ રૂપિયા ૨,૫૯,૬૮૦/- નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત બંને ઇસમો વિરુદ્ધ ધાનપુર પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!