DAHOD

દાહોદ શહેરના મહાત્મા ગાંધીચોક ખાતે બે આંખલાઓના યુદ્ધના વચ્ચે TRB જવાનો ગંભીર ઈજાગ્રસ્ત

તા. ૦૬. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

દાહોદ દાહોદ શહેરના મહાત્મા ગાંધીચોક ખાતે બે આંખલાઓના યુદ્ધના વચ્ચે TRB જવાનો આવી જતા.ગંભીર ઈજાગ્રસ્ત બન્ને TRB જવાનોને સારવાર માટે ખસેડાયા

દાહોદ શહેર રાજમાર્ગો પર દિન પ્રતિ દિન આંખલાઓનો આતંક વધી રહેયક છે.રખડતા આંખલાનું યુદ્ધ કોઈ દાહોદ શહેરમાં કોઈ નવાઈની વાત નથી.અને આડે દિવસે દાહોદ શહેરમાં રખડાતા બિન માલિક આંખલાઓના ભયંકર યુદ્ધની વિડિઓ સોસીયલ મીડીયામાં વાયરલ થાય છે.દાહોદ શહેરના જાહેર રસ્તાઓ પર અચાનકજ ચાલી જતા આંખલાઓના ભંયકર યુદ્ધમાં એક તરફ લોકોમાં ભય ઉભો થયો છે.ભય કેમ ના હોય આડે દિવસ દાહોદ શહેરની જનતાને આંખલાઓના યુદ્ધમા થતા વાહનોને નુક્સાન.રસ્તાઓ પર ચાલતા રાહદારીઓને નુકસાન.તેવીજ ઘટના આજરોજ મંગળવાર સાંજે ૬ કલાકની આસપાસ દાહોદ શહેરના મહાત્મા ગાંધીચોક ખાતે બનવા પામી છે જેમાં મહાત્મા ગાંઘી ચોક પર અચાનકજ ચાલી જતા બે આંખલાઓના ભંયકર યુદ્ધમાં મહાત્મા ગાંધી ચોક ખાતે ફરજ પર હાજર બે TRB જવાનો અડફેટમાં આવી જતા.આંખલાઓએ પોતાનું યુદ્ધ બંધ કરી TRB જવાનોને મારતા બન્ને TRB જવાનો ગંભીર ઈજાઓ પહોચિ હતી.TRB જવાનો પર આંખલાઓએ હુમલો કરતા આસપાસના લોકો દોડી આવ્યા અને જેમં ખેમ TRB જવાનોને આંખલાઓથી છોડાવી બન્ને TRB જવાનોને સારવાર માટે દાહોદ ના ઝાયડસ હોસ્પિટલ લાવવામાં આવ્યા જ્યાં ઝાયડસં હોસ્પિટલના હાજર તબીબોએ તેઓની તાત્કાલિક સારવાર કરી હતી

Back to top button
error: Content is protected !!