DAHODLIMKHEDA

લીમખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પીડિતાને તેનું પાંચ મહિનાનું બાળક સાસરીવાળા લઈ લેતાં 181 અભયમ ટીમ મદદે પહોંચી.           

તા.૦૩.૦૫.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પીડિતાને તેનું પાંચ મહિનાનું બાળક સાસરીવાળા લઈ લેતાં 181 અભયમ ટીમ મદદે પહોંચી.                                                   

આજરોજ એક પીડિત બહેને 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવેલ કે તેનું પાંચ મહિનાનું બાળક તેમના સાસરી વાળા લઈ લેતા પતિએ ઘરમાંથી કાઢી મૂકતા તાત્કાલિક 181 અભયમ ટીમ પીડિતા બહેને જણાવેલ સરનામે પહોંચી. ત્યારબાદ કાઉન્સેલિંગ દરમિયાન પીડિત બહેન જોડે વાતચીત કરતા જાણવા મળેલ કે તેઓને તેમના પતિ જોડે પિયરમાં જવા માટે કહેતા હતા અને તેમના પતિ પિયરમાં જવાની ના પાડતા હતા તેથી તેમને પતિ _પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં તેમના સાસુ સસરા વચ્ચે કામની નાની નાની બાબતે પણબોલા ચાલી કરતા હતા ત્યારબાદ તેમના પતિ જોડે વાતચીત કરતા જાણવા મળેલ કે પીડિત બહેનને બપોરે તડકામાં જવા માટેની ના પાડતા હતા તેથી બંને વચ્ચે બોલા ચાલી થઈ હતી અને પીડિત બહેનના પતિએ ગુસ્સામાં આવીને કહ્યું હતું કે ઘરમાંથી નીકળી જા અને મારું બાળક આપી દે અને હું બીજી પત્ની લાવવા માટે કહ્યું હતું એમના પતિએ પોતાની ભૂલ સ્વીકારેલ છે અને બહેનના પતિને સલાહ સૂચન અને માર્ગદર્શન આપેલ છે અને સમજાવેલ છે કે હવે પછી આવી ભૂલ ન થાય એ રીતનું લેખિતમાં લખાણ પણ આપેલ છે ત્યારબાદ પીડિત બહેનના સાસુ સસરા ને પણ કાયદાકીય રીતે સમજણ આપેલ છે અને તેમના પૂરા પરિવારવાળા ને સમજાવીને સમાધાન કરેલ છે ત્યારબાદ પીડિત બહેનના પરિવાર એ 181 અભયમ ટીમનો ખૂબ ખૂબ બ આભાર માનેલ છે.

Back to top button
error: Content is protected !!